Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

૧૯મીએ ઓશો નિર્વાણદિન મહોત્સવઃ ઓશો ધ્યાનસાધના શિબીર તથા સન્યાસ ઉત્સવ

રાજકોટ તા. ૧પ : આગામી તા.૧૯ ના રોજ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજની બાજુમાં, ૪-વૈદવાડી ખાતે ઓશો નિર્વાણદિન ઉત્સવ નીમીતે એક દિવસીય ઓશો ધ્યાન સાધના શીબીરનું આયોજન આ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશ દ્વારા કરવામાં આવેલ છે. આ શીબીરનું સંચાલન સ્વામી જીવનસ્વરૂપ સરસ્વતી (આર.જે. આહ્યા), કરવામાં આવશે. સ્વામી સત્યપ્રકાશ ઓશોના કાર્ય સાથે છેલ્લા પ૦ વર્ષથી સંકળાયેલા છ.ે તેઓ શ્રી રાજકોટ ખાતે ઓશો ધ્યાન મંદિરનું કાર્ય છેલ્લા ૩પ વર્ષથી કરે છે. અને આ શિબિરના કાર્યક્રમનું સંચાલન ઓશો સન્યાસીની પુર્વીદિદી કરવાના છે.

આ શિબિર સવારે ૬ વાગ્યે શરૂ થઇ ઓશોના વિવિધ ધ્યાન સાથે બપોરે ૧ વાગ્યે વિશ્રાંતી-પ્રસાદ  ભોજન બાદ બપોરે ૩ વાગ્યે ફરીથી ઓશોના વિવિધ ધ્યાન સાથે શરૂ કરી બપોર બાદ ઓશો નિર્વાણદિનને અનુલક્ષીને વિડીયો દર્શનનો કાર્યક્રમ રાખેલ છે ત્થા સંધ્યા સત્સંગ બાદ સ્વામી અંતરપથીક (જીતેન્દ્ર ઠકકર દીલ્હીવાળા) લાફટર થેરેપીના પ્રયોગો તેમજ સ્વામી દેવરાહુલ (નીતીનભાઇ ચાંડેગ્રા) તથા મા યોગ મિનાક્ષી ઓશોના કાર્યા અંગે પ્રવચન આપશે. અને આ શિબિર નિઃશુલ્ક રાખેલ છે. શિબિરમાં રાત્રે મહાપ્રસાદ (હરીહર)નંુ આયોજન કરેલ છે.

આ શિબિરના સંચાલક સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા) એ ઓશો પાસેજ સન્યાસ દિક્ષા અંગીકાર કરેલ છે. અને ઓશોએ તેઓશ્રીને શકિતપાત પણ આપેલ છે. સ્વામીજીનસ્વરૂપ સરસ્વતી ધ્યાનની ગહનધારામાં ઉંડાણ ધરાવે છ.ે

આ શિબિરમાં નામ નોંધણી તેમજ વધુ વિગતો માટે સ્વામી જીવનસ્વરૂપ સરસ્વતી (શ્રી આર.જે.આહયા) મો.૯૪ર૮ર ૦રરપપ, સ્વામી સત્યપ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬, જયશેભાઇ કોટક મો.૯૪ર૬૯ ૯૬૮૪૩, મીસ્ત્રી નીતીનભાઇ ચાંડેગ્રા મો.૯૯ર૪ર ૩૪૦૯૬, સ્વામી અંતર પથિક (જીતેન્દ્ર ઠકકર દિલ્હીવાળા) મો. ૯૪ર૭ર ૬૪૩૬૦ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:22 pm IST)