Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઉમ્મીદો કે ધાગે, ખ્વાહિશો કી પતંગ : 'અકિલા'ની અગાશી પર મકરસંક્રાંતિની મોજ

રાજકોટ : ૨૦૧૯ના વર્ષમાં પ્રથમ પર્વ મકરસંક્રાંતિની ગઈકાલે સર્વત્ર આનંદ - ઉમંગથી ઉજવણી થઈ. કાગળ પોતાના નસીબથી ઉડે છે અને પતંગ પોતાની કાબેલિયતથી ઉડે છે. નસીબ સાથ આપે કે ન આપે, કાબેલિયત જરૂર સાથ આપે છે તે વિધાન સાચુ માનનાર ''અકિલા'' પરિવારે ''અકિલા'' કાર્યાલયની વિશાળ અગાસી પર મકરસંક્રાંતિની મોજ માણી હતી. ''અકિલા''ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રાએ ફિરકી પકડેલ અને પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ પતંગ ચગાવી હતી. આવો જ આનંદ ''અકિલા''ના યુવા એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા અને અન્ય સભ્યોએ માણેલ. ''અકિલા''ની અગાસીએથી આભમાં ઉડતી એક પછી એક રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. અખબારની ભાષામાં કહીએ તો આભની અટારીએ ઉડતી અને પેચ લગાવતી પતંગોએ આઠ કોલમનો આનંદ ઉભરાવ્યો હતો. ''અકિલા'' પરિવાર અને ગણાત્રા પરિવારે પતંગ અને મકરસંક્રાંતિ સાથે વણાયેલી કેટલીક ઐતિહાસિક વાતો વાગોળી હતી. જેમ કે પતંગ ચગાવવાની શરૂઆત આશરે ૩૦૦૦ વર્ષ પહેલા ચીનમાં થયેલ. ગંગાપુત્ર ભીષ્મે મકરસંક્રાંતિના દિવસે દેહત્યાગ કરેલ. તામિલનાડુમાં તામિલ પંચાંગનું નવુ વર્ષ આજ દિવસથી શરૂ થાય છે.

ઉકત તસ્વીરોમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, ''અકિલા''ના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, ''અકિલા''ના  એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા તેમજ શ્રીમતી વીણાબેન અજીતભાઈ ગણાત્રા, મીનાબેન ચગ, શ્રીમતી કિરણબેન નિમીષભાઈ ગણાત્રા તથા નવરંગ ગ્રુપના પ્રમુખ અને જાણીતા ક્રિકેટર શ્રી પરેશભાઈ ચગ, શ્રી નલીનભાઈ સોઢા, રાજકોટ મ્યુ. કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ શ્રી અમિતભાઈ સવજીયાણી, દાંતના સર્જન ડો. વૈભવભાઈ સવજીયાણી, શ્રીમતી ક્રિષ્નાબેન વૈભવભાઈ સવજીયાણી, શ્રીમતી દૃષ્ટિબેન અમિતભાઈ સવજીયાણી, શ્રીમતી હર્ષાબેન પરેશભાઈ ચગ, ડો.નિરાલીબેન ચગ, ઉભરતા ક્રિકેટર જેસન ચગ, ક્રિષ્ન તથા કુ. ધન્વી નીમીષભાઈ ગણાત્રા અને કુ.માહી નિમીષભાઈ ગણાત્રા પતંગ ઉડાડવાની મોજ માણતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:22 pm IST)