Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

તાલુકા યુવા ભાજપ દ્વારા પતંગ વિતરણ

 ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા સેવા બસ્તમાં પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલભાઇ શુકલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નીતિનભાઇ ઢાકેચા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા, માર્કેટીંગયાર્ડના ડીરેકટર ગૌતમભાઇ કાનગડ, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા ભાજપ અગ્રણી ભુપતભાઇ સેગલીયા, પ્રદેશ કા.સદસ્ય સતીશભાઇ શિંગાળાની ઉપસ્થિતિમાં અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ સેગલીયાની અધ્યક્ષતામાં મુંજકા પ્રાથમિક શાળા ખાતે બાળકોને અને ભૂલકાઓને પતંગ, ફીરકી, ચીકી લાડુ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ વિભાભાઇ સેગલીયા, પુંજાભાઇ સેગલીયા, તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ હિતેશભાઇ હુંબલ, રીતેશભાઇ પરસાણા, મયંક મણવર, મહેન્દ્રસિંહ ગોહેલ, આકાશ રવિયા, મંત્રી વિમલ ખંડવી, મયુર ફુગશીયા, રવિ વાડોલીયા, પીયુષ ગરૈયા, કિશન યાદવ સહીતના યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૯)

 

(3:21 pm IST)