Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોર્પોરેશન વોર્ડ નં. ૧૩ ચૂંટણીઃ ૧૬ ફોર્મ

ભરાયાઃ ૪ અમાન્યઃ કાલે પાછા ખેંચવાનો છેલ્લો દિ': ૬૦ હજાર મતદારઃ પ૦ બૂથ

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ મહાનગરપાલીકાાની યોજાયેલ વોર્ડ નં. ૧૩ પેટા ચૂંટણીમાં હાલ ૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં કોંગ્રેસના-ર, ભાજપ-૧, બસપા-૧, અને અપક્ષોનો સમાવેશ થાય છે. ભાજપમાં નીતિન રામાણી, કોંગ્રેસ-નરસી પટોળીયા, બસપામાં-અતુલ રાઠોડ તથા અપક્ષમાં સંજય વાઘેલા, ચમનભાઇ ગોવિંદીયા, જેંતીભાઇ મકવાણા, નીલેશ જરીયા, મુંછડીયા મંગલભાઇ તથા ડાભી મુકેશભાઇનો સમાવેશ થાય છે.આ ચૂંટણીમં અંદાજે ૬૦ હજાર આસપાસ મતદારો છે, પ૦ મતદાન મથકો અને સ્ટાફની તાલીમ ૧૮ અને ર૩ મીએ દક્ષિણ મામલતદાર કચેરીએ યોજાશે, કાલે બપોરે ૩ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે.

(3:19 pm IST)