Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દારૂ પી વાહન હંકારતા પાંચ પકડાયા

ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસે ડ્રાઇવ વખતે પકડ્યા

રાજકોટ તા. ૧૫: દારૂ પી વાહન હંકારતા  ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે અને બે શખ્સને માલવીયાનગર પોલીસે એક શખ્સને પકડ્યો હતો.

હનુમાન મઢી પાછળ શિવપરામાં રહેતાં રામજીત રામચંદ શાહની (ઉ.૪૦), સાધુ વાસવાણી રોડ પર ભીડભંજન-૬માં રહેતાં વિજય ગુલાબભાઇ શેખ (ઉ.૪૫), વૈશાલીનગર-૪માં રહેતાં રાજેશ ચનાભાઇ ડાભી (ઉ.૩૩) તથા શિવપરા-૧માં રહેતાં સંજય હરજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૩૮)ને ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમના ઓ. જે. ચીહલા, જે. એમ. ભટ્ટ, મહેશભાઇ લુવા, પી.એન. પરમાર, રાહુલભાઇ વ્યાસ, જીતુભાઇ બાળા, કિશોરભાઇ ઘુઘલ, કનુભાઇ, દિવ્યરાજસિંહ, શૈલેષભાઇ, ભરતભાઇ, દિનેશભાઇ સહિતે મઢી ચોક અને ૧૫૦ રીંગ રોડ પરથી પકડી લીધા હતાં. જ્યારે માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં ટીમે યુવરાજસિંહ જીલુભા ભાટી (ઉ.૩૪-રહે. કાલાવડ રોડ, અરવિંદભાઇ મણીયાર બ્લોક નં. ૭૫)ને દારૂ પી વાહન હંકારતા આનંદ બંગલા ચોકમાંથી પકડી લઇ સીબીઝેડ બાઇક જીજે૩ઇકયુ-૫૫૧૨ કબ્જે કર્યુ હતું.

(11:50 am IST)