Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નવાગામમાં પડી જતાં કોળી યુવાન નિલેષ ઝીંઝુવાડીયાનું મોત

રાજકોટ તા. ૧૫: નવાગામ આણંદપરમાં રહેતો નિલેષ વિરજીભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૩૦) નામનો કોળી યુવાન તા. ૧૨ના રોજ ઘરે ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું સંક્રાંતની સવારે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિલેષ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ તથા અપરિણીત હતો. તે છુટક મજૂરી કરતો હતો.

(11:49 am IST)