Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

શાપરમાં રમેશભાઇ, તેના પત્નિ અને ભાઇ પર પડોશીઓનો લાકડી-ધોકાથી હુમલો

ગટરના પાણી ઉભરાતા હોઇ સમજાવવા જતાં ટોળુ તૂટી પડ્યું

રાજકોટ તા. ૧૪: શાપર વેરાવળના ગોવિંદનગરમાં રહેતાં અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં રમેશભાઇ નગાભાઇ માકડીયા (અનુ. જાતી) (ઉ.૪૪) તથા તેના પત્નિ વિજ્યાબેન (ઉ.૩૫) અને ભાઇ ચંદુભાઇ નગાભાઇ માંકડીયા (ઉ.૪૦) પર પડોશી મહેશ સોલંકી તથા અજાણ્યા ટોળાએ સંક્રાંતની બપોરે લાકડી-ધોકાથી હુમલો કરી માર મારતાં માથા-હાથ-શરીરે ઇજાઓ થતાં ત્રણેયને સ્થાનિક સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે શાપર પોલીસને જાણ કરતાં રમેશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધવા કાર્યવાહી થઇ હતી. રમેશભાઇના કહેવા મુજબ પડોશીની ગટરના પાણી ઉભરાતા હોઇ  રિપેરીંગ કરાવવા સમજાવતાં હુમલો કરવામાં આવ્યો હતો. (૧૪.૯)

(11:34 am IST)