Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આજી ડેમ ચોકડી પાસેથી કારમાં દારૂની ૩૬ બોટલ સાથે વિશાલ અને ઇશ્વર પકડાયા

આજી ડેમ પોલીસ મથકના કુલદીપસિંહ, શૈલેષભાઇ અને જયદીપસિંહની બાતમી

રાજકોટ તા. ૧પ :.. આજી ડેમ ચોકડી પાસે સર્વિસ રોડ પોલીસે બાતમીના આધારે ફ્રન્ટી કારમાંથી દારૂની ૩૬ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ એ. જી. સીસોદીયા તથા હેડ કોન્સ. મહિલપાલસિંહ ઝાલા, કનકસિંહ, કુલદીપસિંહ, શૈલેષભાઇ, તથા જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જીજે ૩ સી.એ.-૩૭૮૦ નંબરની દારૂ ભરેલી ફ્રન્ટી કાર પસાર થવાની હોવાની બાતમી કુલદીપસિંહ, શૈલેષભાઇ તથા જયદીપસિંહને બાતમી મળતા આજી ડેમ ચોકડી પાસે વોચમાં હતા ત્યારે કોઠારીયા ચોકડી તરફથી જીજે-૩-સીએ-૩૭૮૦ નંબરની ફ્રન્ટી કાર નીકળતા તેને રોકી તલાસી લેતા તેમાંથી રૂા. ૧ર,૬૦૦ ની કિંમતની દારૂની ૩૬ બોટલ મળી આવતા પોલીસે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧ નો વિશાલ વાલજીભાઇ કોળી (ઉ.ર૦) અને આજી ડેમ ચોકડી પાસે મોડા ડુંગર ભીમરાવનગર શેરી નં. ૪ નો ઇશ્વર આસનારાયણ વાણીયા (ઉ.૧૯) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. (પ-ર૪)

(11:29 am IST)