Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

હરિ ધવા રોડના અભિષેક ઉર્ફ જોન્ટી મિસ્ત્રીને પિસ્તોલ-કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો

હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા અને કોન્સ. ચેતનસિંહ ગોહિલની બાતમીઃ માથાકુટ ચાલતી હોઇ ગેરકાયદે હથીયાર સાથે રાખ્યાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા.૧૫: એસઓજીની ટીમે સંક્રાંતીને દિવસે વધુ એક શખ્સને ગેરકાયદે હથીયાર અને કાર્ટીસ સાથે પકડી લીધો હતો. હરિ ધવા રોડ પર ડિલકસ પાન સામે રહેતો અભિષેક ઉર્ફ જોન્ટી રમણિકભાઇ ખારેચા (મિસ્ત્રી) (ઉ.૨૨) પોતાની પાસે દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ રાખતો હોવાની ચોક્કસ બાતમી હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા અને કોન્સ. ચેતનસિંહ ગોહિલને મળતાં વિવેકાનંદનગર-૯ના ખુણેથી તેને સકંજામાં લઇ તલાશી લેતાં પિસ્તોલ-કાર્ટીસ મળી આવતાં ૧૦,૧૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ ધરપકડ કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પીઆઇ એસ. એન. ગડ્ડુની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, ધમભા પરમાર, જયંતીગીરી ગોસ્વામી, નિર્મળસિંહ ઝાલા, જીતુભા ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા, ધમભા પરમાર, યુવરાજસિંહ અને ગિરીરાજસિંહ જાડેજા તથા ગિરીરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ મજૂરી કામ કરે છે. તેને કેટલાક લોકો સાથે માથાકુટ ચાલતી હોઇ પિસ્તોલ-કાર્ટીસ સાથે રાખ્યા હતાં. તે કયાંથી આ હથીયાર લાવ્યો? તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. (૧૪.૧૧)

 

(11:29 am IST)