Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી ગાંધીનગર સુધી ગોઠવણ કરી જુની બસો એસટીને પધરાવી

એસટીની બસો ૮ લાખ કીમી પછી ભંગારમાં મોકલાય તો ભાડાની બસો ૧પ લાખ કિ.મી. કેમ ચલાવાય છે?: અમદાવાદમાં ટેક્ષ ભરવો ન પડે તેથી નડીયાદ-ગાંધીનગરમાં પાસીંગઃ કોંગ્રેસના આક્ષેપો

રાજકોટ, તા., ૧પઃ કરોડો રૂપીયાની ભાડાની રકમ એસટી નિગમ ખાનગી વાહન માલીકોને ચુકવે છે. પરંતુ મ્યુનિસીપલ કોર્પોરેશનના વ્હીકલ ટેક્ષની ચોરી કરવા માટે એસટીના મોટા અધિકારીઓ જ વ્યવસ્થા કરી આપીને મોટા પાયે ભ્રષ્ટાાર આચરી રહયા છે. એસટી નીમગના વહીવટી વડાને સમગ્ર ભ્રષ્ટાચારની જાણ હોવા છતા આ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહયાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનો વ્હીકલ ટેક્ષ કે અન્ય જે કોઇ ટેક્ષ ભરવાનો હોઇ તે ભરવાની જવાબદારી ખાનગી બસના માલીકની છે તેમ છતા તે બસોને અમદાવાદ વ્હીકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડીયાદ અને ગાંધીનગર ખાતે આરટીઓમાં પાસીંગ કરવાની ખુદએસટી નીગમે મજુરી આપીને ખાનગી બસ માલીકો સાથે ગોઠવણ કરવામાં આવી રહી છે.

જે ખાનગી બસના માલીકોએ એસટી નિગમન જે બસો ભાડે આપે છે. તે જ બસોના માલીકોએ અમદાવાદની એ એમટીએસ અને બીઆરટીએસમાં બસો ભાડે આપેલ છે જે બસોનું પાસીંગ અમદાવાદમાં કરાવેલ છે મોટા ભાગના ખાનગી બસોના માલીકો સાથે ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદારી છે એસટી નિગમનું ખાનગીકરણ કરવા માટે વર્ષોથી સતાધીશો ભાડેથી લીધેલ ખાનગી બસોના કરારની નકલો જાહેર કરતા નથી. બસોને ભાડે લેવાના કરાર વર્ષ ર૦૧૮માં કરવામાં આવેલ જેમાં એક વર્ષ જુની બસો એસટી નીગમ માટે આપવાની રહેેશે તેમ છતા  બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસટી નિગમ માં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસટી નિગમને પધરાવી દીધી છે.

એસટી નિગમને જંગી ખોટના ખાડામાં ધકેલી દેનાર ભાજપ સરકારના ભ્રષ્ટાચારી નીતી પર આકરા પ્રહાર કરતા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે એસટી નિગમે ખાનગી બસો ભાડેથી લેવા માટેના કરેલા કરારોમાં કરારની મુદત ટેન્ડર વખતે ચાર વર્ષની હતી તો પાછળથી છ વર્ષનો કરાર કોના આદેશથી થયો? કયા ખાનગી  બસ ચાલકને ફાયદો કરાવવા માટે ટેન્ડરોની શરતોમાં ફેરફારકરવામાં આવી રહયો છે? એસટી નિગમની બસો આઠ લાખ કીલો મીટરમાં ભંગારમાં મોકલવાની તો પછી ભાડાની બસો પંદર લાખ કિલોમીટર સુધી કેમ ફેરવવાની કોના આદેશથી થઇ ? બેંક ગેરંટી બે-બે વર્ષની કેમ મેળવી? જયારે કરાર છ વર્ષસુધી લંબાવવાની ઓછા કી.મી. ફેરવવામાં આવે છે. જયારે ભાડાની  બસો પ૦૦ થી વધુ કી.મી. ફેરવવામાં આવે જેથી ખાનગી બસ માલીકોને ભાડાની વધુ રકમ ચુકવી શકાય.(૪.૬)

(11:28 am IST)