Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જમીન અધિકાર આંદોલનઃ રાજકોટનાં ૫૦૦૦ લોકોએ જમીનની માંગ ઉઠાવી

રાજકોટ, તા. ૧૫ :. જમીન અધિકાર ઝુંબેશ હેઠળ રાજકોટ મહાનગરપાલિકા ઢેબર રોડ રાજકોટના ચોકમાં પ્રતિક ધરણા અને લાભાર્થીઓના જમીન બાબતોના ફોર્મ ભરવામાં આવેલ હતા. જેમાં રાજ્યભરમાં જમીન પ્રશ્નોને લઈને આંદોલન ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે રાજકોટના દરેક તાલુકાઓમાં મામલતદાર કચેરીએ પ્રતિક ધરણા તથા તમામ તાલુકા મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવેલુ હતું.

જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રીને પણ આવેદનપત્ર સુપરત કરવામાં આવેલુ હતુ. જેમાં રાજકોટમાં ૫૦૦૦થી પણ વધારે લાભાર્થીઓના જમીન બાબતોના રૂબરૂમાં ફોર્મ ભરવામાં આવેલા હતા. આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓ.બી.સી. સમાજના પ્રશ્નોના નિરાકરણ માટેની ઉગ્ર માંગ કરવામાં આવેલ હતી.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા માટે જમીન અધિકાર ઝુંબેશના અર્જુનભાઈ ચૌહાણ, દેવેન વાછાણી, ડો. જયંતી માકડીયા, ગીતાબેન રાઠોડ, એડવોકેટ ભરત વાળા, સતીષ સાગઠીયા, ડો. પ્રકાશ ચાવડા, દલપત ચાવડા, જીવણ ખુમાણ, જયંતી રાઠોડ, કરશનભાઈ રાઠોડ, પંકજકુમાર ચુડાસમા, અશ્વિનભાઈ ચૌહાણ, હીરાલાલ પરમાર, જયંતીભાઈ સોલંકી, રાજુભાઈ સાગઠીયા, મુકેશભાઈ વાઘેલા, રમેશભાઈ ચાવડા, નરેશ સોલંકી, નવનીત ચૌહાણ, અજય સારીખડા, ગીરીશભાઈ પરમાર, પ્રવિણ સોલંકી તથા ઓબીસી સમાજના રમેશ મુંજા, વિજય મેર, ભીખાભાઈ પાડસરીયા, નારણભાઈ વકાતર, દિનેશભાઈ રબારી, રાજુભાઈ ઝાંપડા તથા આદિવાસી સમાજના સાજીદ ખેતાણીએ જહેમત ઉઠાવેલ હતી.(૨-૩)

(9:52 am IST)