Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રોટરી કલબ દ્વારા કાલે ‘કવિઝ કોમ્‍પીટીશન

કોઇ પણ શાળાના ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે : પ્રથમ વિજેતાને સ્‍વ. સુર્યકાન્‍ત કોઠારી મેમોરીયલ ટ્રોફી, ગોલ્‍ડ મેડલ તથા રોકડ પુરસ્‍કાર અને ફસ્‍ટ અને સેકન્‍ડ રનર અપને અનુક્રમે સીલ્‍વર તથા બ્રોન્‍ઝ મેડલ તથા પુરસ્‍કાર અપાશે

રાજકોટ તા. ૧૩ : રોટરી કલર રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ સ્‍પર્ધાત્‍મક સામાન્‍ય જ્ઞાનમાં આગળ વધે તેવા હેતુથી કાલે તા. ૧૫ ના કવિઝ કોમ્‍પીટીશનનું આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરી કલબના આગેવાનોએ જણાવેલ કે ૧૯૩૮ માં સ્‍થપાયેલ આ સંસ્‍થા દ્વારા થઇ રહેલ અનેકવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે ગયા વર્ષે કલબના ૭૫ માં (પ્‍લેટીનમ જયુબેલી) વર્ષની ઉજવણીના ભાગરૂપે કવીઝ કોમ્‍પીટીશન યોજવામાં આવતા ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

આ વ્‍યાપક પ્રતિસાદને ધ્‍યાને લઇ આ વર્ષે પણ તા. ૧૫ ના રવિવારે સવારે ૯ વાગ્‍યાથી સી.એ. ભવન, ગીરીરાજ મેઇન રોડ, રૈયા ચોકડી પાસે ‘બેટલ ઓફ માઇન્‍ડ' ના કવિઝ માસ્‍ટર વિનય મુદલીયાર (બેંગોર)ને આમંત્રિત કરી વિદ્યાર્થીઓ માટે કવિઝ કોન્‍ટેસ્‍ટ યોજવાાં આવી છે.

સ્‍પર્ધાના પ્રથમ વિજેતાને સ્‍વ. શ્રી સુર્યકાન્‍ત કોઠારી મેમોરીયલ ટ્રોફી, ગોલ્‍ડ મેડલ તથા રોકડ પુરસ્‍કાર અપાશે. ઉપરાંત ફસ્‍ટ અને સેકન્‍ડ રનર અપને અનુક્રમે સીલ્‍વર તથા બ્રોન્‍ઝ મેડલ તથા પુરસ્‍કાર અપાશે.

આ સ્‍પર્ધામાં ધો.૯,૧૦,૧૧,૧૨ ના વિદ્યાર્થીઓની ત્રણ સભ્‍યોની એક ટીમ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્‍છુક વિદ્યાર્થીઓ તથા સ્‍કુલોએ હરેન વોરા (મો.૯૮૨૫૨ ૧૭૯૧૧) અથવા સકીનાબેન ભારમલ (મો.૯૯૦૯૯  ૯૮૦૫૫) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરી પ્રેસીડેન્‍ટ ડો. કલ્‍પિત સંઘવી, પાસ્‍ટ પ્રેસીડેન્‍ટ માયાબેન કોઠારી), પાસ્‍ટ પ્રેસીડેન્‍ટ કેતન જોશી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(4:11 pm IST)