Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સંતકબીર રોડ સ્‍માર્ટ ઘર આવાસ યોજનામાં પવનચકકી - સુર્ય પ્રકાશથી વીજળી

પ્રથમ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાવતા ઉદીત અગ્રવાલ : સુર્ય અને પવનની ઉર્જાથી ૨૪ કલાક વીજળી મળશેઃ ૩૫ સ્‍ટ્રીટ લાઇટો ઝળહળશેઃવીજ બચાવ થશે

રાજકોટ,તા.૧૪: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો છે. વોર્ડ નં. ૬ માં ટી.પી. ૭ એફ.પી. ૮૧ માં સંત કબીર રોડ પર ગોકુલનગર પાસે ગ્રીન બિલ્‍ડીંગ કોન્‍સેપ્‍ટને ધ્‍યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બની રહેલ સ્‍માર્ટદ્યર-૪ગ્‍ આવાસ યોજનામાં સોલાર - વિન્‍ડ હાઈબ્રીડ પવનચક્કી કાર્યરત્તᅠ કરવામાં આવેલ છે. પવનચક્કી મુકવામાં આવેલ છે. આ પવનચક્કીની વિશેષતા એ છે કે, તે દિવસે સૂર્ય ઉર્જા અને ચોવીસે કલાક પવન ઉર્જા એમ બંને વડે ચોવીસે કલાક વિજળી ઉત્‍પન્ન કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ આવાસ યોજનામાં સોલાર - વિન્‍ડ હાઈબ્રીડ પવનચક્કીનો આ પ્રથમ પાયલોટ પ્રોજેક્‍ટ છે.

સ્‍માર્ટદ્યર-૪ગ્‍ આવાસ યોજનામાં કાર્યરત્ત કરવામાં આવેલી આ પવનચક્કીના પેનલની ઉચાઇ ૫ મીટર જેટલી રાખવામાં આવેલ છે. આ પવનચક્કીથી આશરે ૧.૨ ત્ત્રૂ નો પાવર ઉત્‍પન્ન થઇ શકશે. આ પવનચક્કી આવાસ યોજનાની છત પર મુકવામાં આવેલ છે. તેમાં ૧૨ષ્‍ ૭ર્૫ીળત્ર્ ની રનીંગ બેટરી અને ૧.૨ ત્ત્રૂ ચાર્જર કંટ્રોલર રાખવામાં આવેલ છે. સદરહુ પવનચક્કીની બ્‍લેડની સાઈઝ ૪૨' જેટલી હોય છે. તેમજ પવનચક્કીની રનીંગ બેટરીમાં ૨૪ કલાક સુધી પાવરસેવિંગ કરી શકાય છે.

આ પવનચક્કીમાં ચાર નંગ બેટરી વડે પાવર સેવિંગ કરવામાં આવી રહયો છે. આ ચારેય બેટરી એક વાર ફુલ પાવર સેવિંગ થઇ જાય એટલે તેની મદદથી આ આવાસ યોજનામાં ૪૦ વોટની કુલ ૩૫ સ્‍ટ્રીટલાઈટ ઝળહળતી કરી શકાય છે. બેટરી બેકઅપ ૨૪ કલાકનું હોવાથી આવાસ યોજનામાં બે રાત્રી માટે વિજળી ઉપલબ્‍ધ બની શકે છે.

આ પવનચક્કીની કિંમત આશરે રૂ. ૪ લાખ જેટલી થાય છે. આ પવનચક્કી જો ૧૦૦% કાર્યક્ષમતાથી ચાલશે તો વાર્ષિક ૧૦,૦૦૦ યુનિટ પાવર ઉત્‍પન્ન થઇ શકશે. આ પવનચક્કીના પરફોર્મન્‍સ રીવ્‍યુ કર્યા બાદ યોગ્‍ય જણાયે આ પ્રકારની વધુ પવનચક્કી ઉભી કરવામાં આવશે. આગામી દિવસોમાં પી.જી.વી.સી.એલ. સાથે સંકલન અંગે વિચારવામાં આવશે.

જો પી.જી.વી.સી.એલ.ના પાવર ગ્રીડમાં આ પવનચક્કી કનેક્‍ટ કરી દેવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાએ બેટરી બેકઅપ રાખવાની જરૂર ના પડે અને એ રીતે બેટરીનો ખર્ચ બાદ થઇ જતા પવનચક્કીની બેઝિક પણ હજુ દ્યટી શકશે.

(4:14 pm IST)