Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

દેશની અગ્રગણય કંપની વિરૂધ્‍ધની વકીલ દ્વારા થયેલ ફરિયાદ મંજુર

વી.આર.એલ લોજીસ્‍ટીક કંપનીને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૪  : અત્રે ફરીયાદી ભાગીદારી પેઢીએ તેઓના એડવોકેટશ્રી શકિત કે. ગોહેલ દ્વારા દેશની અગ્રગણ્‍ય લોજીસ્‍ટીક કંપની વી.આર.એલ. લોજીસ્‍ટીકસ લીમીટેડ (રજી.ઓફીસ હુબલી કર્ણાટક) વિરૂધ્‍ધ કરેલ ફરીયાદ રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એડી. (રાજકોટ)એ મંજુર કરેલ હતી.

આ ફરીયાદની વિગત એવી છે કે, ફરીયાદી ભાગીદારી પેઢીના પ્રોડકશનનોી રકમ રૂ.૨,૭૭,૨૦૯/- નો માલ મે. શાદીરામ એન્‍ડ સન્‍સનેતા. ૨૬/૦૨/૨૦૧૮ ના રોજ ‘વી.આર.એલ. લોજીસ્‍ટીકસ લીમીટેડ' મારફત મોકલાવેલ હતો. જે માલ મે. શાદીરામ એન્‍ડ સન્‍સને લખનઉમુકામે પહોંચાડવાનો હતો, પરંતુ ઉપરોકત વિગતવાળો માલ સામાવાળા ‘ેેેે' એ તેઓના લખનઉ મુકામેના ગોડાઉનમાં રાખેલ હતો. જે ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફરીયાદી પેઢીનો સંપુર્ણ માલ નાશ પામેલ.

ફરીયાદી પેઢીના ભાગીદાર સચીનભાઇ સુરાણીએ તેઓના એડવોકેટશ્રી શકિત કે. ગોહેલ દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ગ્રાહઅક સુરક્ષા ધારા ૧૯૮૬મુજબ કાું.વિરૂધ્‍ધ ફરીયાદ કરેલ હતી.જે ફરીયાદ અન્‍વયે સામાવાળા કંપનીની સેવા ખામી પુરવાર થતીહોય રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એડી. (રાજકોટ) એ ફરીયાદીને થયેલ નુકશાન વળતર પેટેની રકમ રૂા ૨,૭૭,૨૦૯/- પુરા સામાવાળી કંપનીને ફરીયાદ દાખલ થયા તારીખથી વાર્ષીક ૭% ના ચડત વ્‍યાજ સાથેફરીયાદીને ચુકવી આપે તેવો હુકમ કરેલ છે

(4:05 pm IST)