Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સંતકબીર રોડ પર વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો જયેશ પકડાયો

રાજકોટ તા ૧૪  :  શહેરના સંત કબીર રોડ પર શકિત ચા ની હોટલ પાસે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.વી.જે. ફર્નાન્‍ડીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, હેડ કોન્‍સ. વિરમભાઇ, મનોજભાઇ, અજયભાઇ અને હરપાલસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ. વિરમભાઇ, અજયભાઇ અને હરપાલસિંહને મળેલી બાતમીના આધારે સંત કબીર રોડ પર શકિત ચાની હોટલ પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતો જયેશ હર્ષદભાઇ જોબનપુત્રા (ઉ.વ.૩૫) (રહે. ભાવનગર રોડ, મયુરનગર મેઇન રોડ, માણેક પાર્ક ફલેટ નં.૨૦૨) ને પકડી લઇ રૂા ૩૩૭૦ની રોકડ તથા મોબાઇલ સહિત રૂા ૮૩૭૦ ની મતા કબજે કરી હતી.

(4:03 pm IST)