Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

માધાપરમાં સરકારી જમીનોમાં દબાણો દુર કરવામાં તંત્રના આંખમીંચામણા

જાગૃત નાગરીક દ્વારા વડાપ્રધાનને સીધી રજુઆતઃ સરકારી જમીન ખાનગી ઠેરવવા માટે મ્‍યુ.કોર્પોરેશનમાં ગામ ભેળવી દેવાનું કારસ્‍તાન હોવાના આક્ષેપો

રાજકોટ તા.૧૪ : શહેરની ભાગોળે આવેલ માધાપર ગામની સરકારી જમીનોમાં ગેરકાયદે દબાણો દુર કરવામાં કલેકટર રાજય સરકાર સહીતના તંત્રવાહકો આંખ મીંચામણા કરી રહ્યા હોવાની રજુઆત માધાપરના જાગૃત નાગરીક દ્વારા કરાઇ છ.ે

આ રજુઆત ઇશ્વરીયા પાર્કમાં રહેવાસીઓ દ્વારા સીધાજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કલેકટર તંત્ર મારફત આવેદનપત્ર પાઠવી કરાઇ છ.ે

રજુઆતમાં જણાવાયું છે કે માધાપર ગામના સર્વે નં.૧૧૧માં મોટાપાયે સરકારી જમીનમાં દબાણો થઇ ગયા છ.ે આથી જે ગામ મ્‍યુ.કોર્પોરેશનમાં ભેળવી દેવાય તો આવા દબાણોવાળા સરકારી જમીનોને ખાનગી ઠેરવી મોટો લાભ ખાટવાનું કારસ્‍તાન કેટલાક રાજકીય વગવાળા લોકો કરી રહ્યા છે. તેવો આક્ષેપ રજુઆતમાં કરાયો છે.

રજુઆતમાં જણાવાયું છે કે આ બાબતે કલેકટરશ્રી ત્‍થા રાજય સરકારમાં રજુઆતો કરાઇ હોવા છતા અને આ જમીનના ગેરકાયદે દબાણો દુર કરી જમીન ખુલ્લી કરાવવાનો હુકમ પણ મામલતદાર કચેરીએ ર૩ જુલાઇ ર૦૧૯ ના રોજ કર્યો હોવા છતા હજી સુધી આ દબાણો સામે તંત્ર આંખ મીચામણા કરી રહેલ છ.ે ત્‍યારે આ બાબતે ન્‍યાયી કાર્યવાહી કરાવવા માંગ છે.

(4:03 pm IST)