Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ નિમિતે કવિઝ-વકતૃત્વ-સુલેખન સ્પર્ધા

રાજકોટઃ સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની ૬૯મી પુણ્યતિથિ નિમિતે માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે સરદાર સાહેબના જીવન ઉપર એક 'કિવઝ કોન્ટેસ્ટ' તથા 'સરદાર સાહેબના જીવન' વિષય ઉપર 'શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા' તથા 'સુલેખન સ્પર્ધા'નું આયોજન કરવામાં આવેલ. 'કિવઝ કોન્ટેસ્ટ'માં ૧પ ટીમ, વકતૃત્વ સ્પર્ધામાં ૩૦ વિદ્યાર્થીઓએ તેમજ સુલેખન સ્પર્ધામાં ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તથા સરદાર સાહેબને પુષ્પાંજલી અર્પણ કરેલ હતી. કવિઝ માસ્ટર તરીકે કોમલબેન વૈશ્ણવે તેમજ વકતૃત્વ સ્પર્ધામાં જજ તરીકે ડો. રાજેશ્રીબેન નથવાણીએ સેવા આપેલ હતી. કવિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રાજકોટની કડવીબાઇ કન્યા શાળા, દ્વિતીય સ્થાને રમેશભાઇ છાયા બોયઝ હાઇસ્કૂલ તથા તૃતિય સ્થાન જી. ટી. શેઠ હાઇસ્કૂલે પ્રાપ્ત કરેલ. વિજેતા વિદ્યાર્થીઓને સરદાર પટેલ પુણ્યતિથિનાં દિવસે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ, જાણીતા લેખક પ્રખર ગાંધીવાદી પ્રવિણભાઇ લહેરીનાં હસ્તે રોકડ પુરસ્કાર તથા પારિતોષિક એનાયત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટનાં સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ આ કાર્યક્રમમાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા.

(4:02 pm IST)