Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ટેબલ ટેનિસમાં સ્વપ્નીલ મહેતાનો શાનદાર દેખાવઃ એવોર્ડ એનાયત

રાજકોટઃ ઇન્દોર સ્ટેડીયમ ખાતે ખેલમહાકુંભમાં પ્રથમ (ટેબલટેનિસ) આવવા બદલ પારિતોષીક વિતરણ સમારોહ યોજાયેલ. જેમા ગીતાંજલી સ્કુલના સ્વપ્નીલ મહેતાને તેમના ટેબલ-ટેનીસમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ગુજરાત રાજય કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે પારીતોષીક આપી બીરદાવેલ. સ્વપ્નીલ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સતત ચાર વર્ષ સુધી પ્રથમ સ્થાને રહી યુનિવર્સીટી તેમજ રેલ્વેનું નામ રોશન કરી રહયા છે. ખેલમહાકુંભમાં પ્રથમ આવવા બદલ તેમને રાજકોટ ડિસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એસોશીએલના પ્રમુખ શ્રી હિતેષ બગડાઇ, મંત્રીશ્રી હિરેન મહેતા, મનીષ મહેતા, રસિક વ્યાસ, જે.ડી. વસાવડા વગેરે એ અભિનંદન પાઠવેલ છે. ઉલ્લેખનીય છે કે સ્વપ્નીલના પિતાશ્રી હિરેન મહેતા (મો.૯૪૨૬૧ ૬૫૨૮૩) પણ ભૂતપુર્વ ટેબલ-ટેનિસના ખેલાડી રહી ચુકયા છે.

(4:00 pm IST)