Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સત્‍પુરૂષના સત્‍સંગથી સૂઝના આવરણો તુટેઃ પૂ. દિપકભાઇ દેસાઇ

દાદા ભગવાન પરિવાર દ્વારા આયોજીત સત્‍સંગ કાર્યક્રમનો પ્રારંભઃ પ્રથમ દિવસે જ જ્ઞાન પીપાસૂઓ ઉમટયાઃ કાલે રવિવારે જ્ઞાનવિધિનો કાર્યક્રમ

રાજકોટ તા. ૧૪ : પૂ. દિપકભાઇ દેસાઇના સાનિધ્‍યમાં ગઇ કાલથી રાજકોટમાં ત્રિદિવસીય સત્‍સંગનો પ્રારંભ થયો છે.

પૂ. દાદા ભગવાન પરિવાર દ્વારા આયોજીત ત્રિદિવસીય સત્‍સંગ તેમજ જ્ઞાનપ્રવિધિના પ્રોગ્રામના પ્રથમ દિવસે આત્‍મજ્ઞાની પૂ. દિપકભાઇએ અક્રમ વિજ્ઞાનવાણીના આશય મુજબ સૂઝ અને કોમન સેન્‍સ વિષે ફોડ પાડતા જણાવ્‍યું હતું કે સૂઝ એ દરેક જીવનો સ્‍વતંત્ર ભાગ છે, સ્‍વરૂપની અજ્ઞાનતાને લીધે લોભ, મોહ વગેરે થાય છે.

આત્‍મા ઉપરના આવરણો જેમ જેમ છૂટતા જાય તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય અને સૂઝ પડતી જાય. પોતાની સલામતી માટેનું દર્શન સૂઝ દ્વારા જીવ માત્રને થાય છે, કોઇપણ મુંઝવણ આવે ત્‍યારે સ્‍થિરતાથી બેસે તો અંદરથી સૂઝ પડે, ખાવા પીવાની સૂઝ સ્‍વતંત્ર રીતે અંદરથી આવે છે. સૂઝ વધતા વધતા દરેક જીવ સંસ્‍મરણ માર્ગે આગળ વધતા અશુભ જ્ઞાનમાંથી શુભ જ્ઞાનમાં આવે છે અને જો જ્ઞાની પુરૂષનો ભેટો થઇ જાય તો નિવારણ દર્શન સર્વાશે થતાં કેવળજ્ઞાન થઇ જાય છે. વૈજ્ઞાનિકોને પણ અંતર સૂઝ પડતા સંશોધન થઇ જાય છે.

ભાવમાં જાગળત્તિ રાખવી એ પુરૂષાર્થ છે, સૂઝમાંથી જાગળત્તિ આવે છે. સૂઝ દરેક ગૂંચવડાનું સમાધાન લાવે છે. સૂઝ એ આવરણવાળી શક્‍તિ છે. ઉચી સૂઝવાળાની સંગતથી પોતાની સૂઝ પણ ખીલે છે. સત્‍પુરૂષના સત્‍સંગથી સૂઝના આવરણો તુટે છે અને સવળી સૂઝ પડે છે. સૂઝ હદયને સ્‍પશે છે.

અક્રમ જ્ઞાનમાં જ્ઞાન વિધિ દ્વારા સૂઝને નિરાવરણ કરાવી અપાઇ છે. દાદા ભગવાનની પાંચ આજ્ઞા પાડવાથી પણ સૂઝ ખિલતી જાય છે. પાછલા ભવોપ્રભવનો અનુભવ એ સૂઝ રૂપે પ્રગટે છે અથવા ખીલે છે. સૂઝ એ પાછલા ભવોના

અનુભવોનો નિચોડ છે. સૂઝમાંથી ભાવ ઉત્‍પન થાય છે અને તે મુજબનો નવો ભવ બંધાતો જાય છે અને ડોક્‍ટર, વકિલ, વૈજ્ઞાનિક, કડિયો વગેરે થાય છે. દરેક જીવ પોતાની મુશ્‍કેલીઓ સૂઝથી ઉકેલી શકે છે.

કોમનસેન્‍સ એ વ્‍યવહારીક, સાંસારીક બાબતો ઉકેલવામાં ઉપયોગી થાય છે. દાદા ભગવાનની પાંચ આજ્ઞા પાડી ઉકેલ લાવવો એ કોમનસેન્‍સ કહેવાય. અથડામણમાં એડજેસ્‍ટમેન્‍ટ લેવાથી કોમનસેન્‍સ વધે છે. સૂઝ એ કર્મનો ચાર્જ ભાગ નથી પરતુ અનુભવનો ભાગ છે. પોતે મૂળ આત્‍મા છે, પણ સૂઝના આધારે દરેક જીવને માર્ગદર્શન મળે છે. સૂઝ એ આગલા ભવના અનૂભવોનો સ્‍ટોક છે.

જો પોતે પોતાના સ્‍વરુપને જાણે તો પોતે જ પરમાત્‍મા છે પૂ. દાદા ભગવાનની જ્ઞાનવિધિ એ સ્‍વરૂપ પ્રાપ્‍તિનો એક વૈજ્ઞાનિક પ્રયોગ છે, જ્ઞાનવિધિ એ અક્રમ વિજ્ઞાનનો એક અનોખો પ્રયોગ છે, જ્ઞાની પુરૂષ દ્વારા બોલવામાં આવેલા વાકયની ક્રિયાને ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રક્રિયાથી હુ (આત્‍મા) અને મારૂં (અનાત્‍મા) ભાગ જુદા પડી જાય છે. જ્ઞાનવિધિમાં સામેલ થયા પછી હુ શુદ્ધાત્‍મા છું એની ગાઢ પ્રતિતિ બેસે છે અને જાગળતિની શરૂઆત થાય છે. ક્રોધ, માન, માયા અને લોભની ગાંઠો ધીમે ધીમે ઓગળે છે, આખું જગત સુખપ્રશાંતિ અને મોક્ષને પામે એવા નિઃસ્‍વાર્થ પ્રેમની શરૂઆત થાય છે.

આવો અવસર આપણા રાજકોટના આંગણે આવતીકાલે તા. ૧૫ ના રવિવારે સાંજે ૫.૩૦ કલાકથી રાત્રે ૯ સુધી પારીજાત પાર્ટી પ્‍લોટ, શિતલ પાર્ક, બી.આર.ટી.એસ. બસ સ્‍ટોપ ખાતે યોજાયો છે. આત્‍માજ્ઞાની પૂ. શ્રી દિપકભાઇ દેસાઇ દ્વારા જ્ઞાનવિધિનો લાભ આપશે.

આજ્ઞાનવિધિનો લાભ લેવા તમામને દાદા ભગવાન પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

(3:59 pm IST)