Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગુરૂનાનક જન્મોત્સવ ઉજવવા શીખ અને સંધી સમાજમાં અનેરો ઉમંગ

ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં બે દિવસ ધાર્મિક સત્સંગ : ચિત્રપ્રદર્શન, નગર કિર્તન યાત્રા, શબ્દ કિર્તન, લંગર પ્રસાદ સહીતના આયોજનો

રાજકોટ તા. ૧૪ : શિખ અને સિંધી સમાજના પ્રથમ ધર્મગુરૂ ગુરૂનાનક દેવજીનો જન્મોત્સવ મનાવવા અનેરો ઉમંગ છવાયો છે. આજથી બે દિવસ સુધી ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

આજે બપોરે ૩ થી રાત્રીના ૯ સુધી અને કાલે તા.૧૫ ના સવારે ૧૦ થી રાત્રે  ૯ સુધી ચિત્રપ્રદર્શન ખુલ્લુ મુકાશે.  આજે બપોરે ર થી સાંજે ૭ સુધી નગર કિર્તન યાત્રા જે ચૌધરી હાઇસ્કુલથી પ્રસ્થાન થઇ હરીહર ચોક, ત્રિકોણ બાગ, માલવીયા ચોક, યાજ્ઞીક રોડ, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન થઇ ચૌધરી હાઇસ્કુલ ખાતે પરત ફરશે.

નગરયાત્રામાં વાહેગુરૂજીના દિવ્ય નાદનો ગુંજારવ કરાશે. શબ્દ કિર્તન અને પ્રસાદ વિતરણ થશે. આજે તા. ૧૪ ના સાંજે ૭ થી ૯.૩૦ સુધી પ્રખ્યાત સરબતસિંઘજી રંગીલા દ્વારા શબ્દ કિર્તન તથા કાલે તા. ૧૫ ના સવારે ૧૧.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી તેમજ સાંજે ૬.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી કિર્તન થશે.

ત્યાર બાદ આરતી પૂજન અરદાસ, પ્રાર્થના સભા, કણા પ્રસાદનું વિતરણ અને લંગર મહાપ્રસાદ રાખેલ છે.

શિખ સંગત ઉપરાંત સિંધી સમાજના ભાઇ બહેનોએ લાભ લેવા કિશોરભાઇ છતલાણી (મો.૭૩૮૩૧ ૬૮૦૧૨) એ અનુરોધ કરેલ છે.

(3:32 pm IST)