Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જય મા ઉમિયાના જય ઘોષ સાથે કાલે ૧૧૮ સાયકલ યાત્રીકો રાજકોટ થી ઉંઝા પ્રયાણ કરશે

પશુપતિનાથ મંદિરેથી સાયકલ યાત્રાનો પ્રારંભઃ મહેમાનો ઉપસ્થિત રહેશેઃ ઠેર-ઠેર સ્વાગત

રાજકોટઃ તા.૧૪, ઉમિયા માતાજી સંસ્થાન ઉઝા દ્વારા આગામી તા. ૧૮ થી ૨૨ ડીસે., દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ નું ભવ્ય-દિવ્ય અને ઔતિહાસિક આયોજન થયેલ છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવા આ યજ્ઞ ની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.  આ ઐેતિહાસિક યજ્ઞ ના દર્શન માટે માઈ ભકતોમાં શ્રધ્ધાના દ્યોડાપુર દેખાઈ રહયા છે.

  શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ  ટ્રસ્ટના પ્રમુખશ્રી અશોકભાઈ દલસાણીયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧૧૮ સાયકલ યાત્રીઓ જોડાઈ ચૂકયા છે. ૩૧૫ કિ.મી. સુધીની સાયકલ યાત્રા કરીને માતાજીના યજ્ઞના દર્શન કરી ભકિતનું ભાથુ બાંધવાનો અનેરો થનગનાટ આ સાયકલ યાત્રિકોમાં જોવા મળી રહયો છે. રસ્તામાં બે જગ્યાએ રાત્રિ રોકાણ પણ કરશે. ઠેર-ઠેર સાયકલ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે.

 આ ૧૧૮ સાયકલ યાત્રીઓના પ્રસ્થાનનો કાર્યક્રમ  આવતીકાલે તા. ૧૫ ને રવિવારે સવારે   ૬ વાગ્યે શ્રી કોલોની શેરી નં. ૨, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ સામે, પશુપતિનાથ મહાદેવ મંદિરના પરિસરમાંથી રાખવામાં આવેલ છે.  

આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ કણસાગરા-પટેલ સમાજ પ્રમુખ  શ્રી મૌલેશભાઈ ઉકાણી તથા નટુભાઈ ઉકાણી - બાન લેબ, નંદલાલભાઈ માંડવીયા, મનસુભાઈ પાણ,   વલ્લભભાઈ વડાલીયા,  અરવિંદભાઈ પાણ,  રાજનભાઈ વડાલીયા-હાઈ બોન્ડ સીમેન્ટ, પ્રફુલભાઈ હદવાણી,   બીપીનભાઈ હદવાણી-ગોપાલ સ્નેકસ પ્રા.લી., જેરામભાઈ વાંસજાળીયા, ધીરૂભાઈ ડઢાણીયા, નાથાભાઈ કાલરીયા, મુળજીભાઈ ભીમાણી, અમીતભાઈ ભાણવડીયા-શીવ ગૃપ, કેતનભાઈ ધુલેશીયા-કુંજ કન્સ્ટ્રકશન, ગૌતમભાઈ ધમસાણીયા-સમય ટ્રેકટર, વસંતભાઈ ભાલોડીયા-ઓરકેવ ફાર્મા, મનુભાઈ જલગંગા, કિશોરભાઈ ખાંટ-બટરફલાય, અર્જુનભાઈ રમેશભાઈ કણસાગરા, કે.બી. વાછાણી-રેપ્યુટ પોલી., પુનિતભાઈ ચોવટીયા, ભરતભાઈ ડઢાણીયા-શીલ્પન ગૃપ, જયેશભાઈ અમૃતિયા, શૈલેષભાઈ ગોવાણી-શ્રધ્ધા બિલ્ડર્સ, પ્રવિણભાઈ ગરાળા-સોનેક્ષ પોલિમર, રમણભાઈ વરમોરા, માધવજીભાઈ નાદપરા,રજનીભાઈ પટેલ, રાજેશ ભાલોડીયા-ગેલેકસી ગૃપ, જીવણભાઈ ગોવાણી, અશોક વૈષ્નાણી- પટેલ એસ્ટેટ, મહેન્દ્રભાઈ ફળદુ, વિમલ લાલાણી, સિધ્ધાર્થ ફળદુ ઉપસ્થિત રહેશે.

 કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખશ્રી અશોકભાઈ દલસાણીયા,  ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કલોલા, માનદ્મંત્રી શ્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચીશ્રી ગોરધનભાઈ કણસાગરા, ટ્રસ્ટીશ્રીઓ મહેશભાઈ ભુવા, મનસુખભાઈ ભાલોડીયા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, કિર્તન મંડળના પ્રમુખશ્રી જેન્તીભાઈ મારડીયા, પારસભાઈ માકડીયા, રેનીશભાઈ શોભાણા, ધીરૂભાઈ ભલાણી તેમજ ઉમિયા યાત્રા સંદ્ય સમિતિના કન્વીનરશ્રી ભાણજીભાઈ સંતોકી, જગદીશભાઈ વસાણીયા, રાજુભાઈ જીવાણી, શાંતિભાઈ ઝાલાવડીયા, અમીત પરસાણા જહેમત ઉઠાવી રહયાં છે.

(11:52 am IST)