Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કોર્પોરેશનની હાઇસ્કુલોના વિદ્યાર્થીઓ કાલે રજૂ કરશે અદ્ભૂત કાર્યક્રમ

ઢોલ રાસ-રાજસ્થાની ધુમ્મર ડાન્સ,કૃષ્ણ ગીત સહીતની સાંસ્કૃતિક કૃતિઓની વણઝારઃ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ દ્વારા ધો-૧૦-૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે

રાજકોટ,તા.૧૩:  મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા તા.૧૪ના રોજ સવારે ૦૯: ૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે સપ્તરંગી-૨૦૧૯ કાર્યક્રમ યોજાશે. તથા ધોરણ-૧૦ તેમજ ધોરણ-૧૨ના શાળા કક્ષાએ પ્રથમ ત્રણ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે. જેનું દીપપ્રાગટ્ય પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયાની યાદીમાં જણાવાયુ છે.

     આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલ, જીનીયસ સ્કુલ સંચાલક ડી. વિ. મહેતા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનાર કૃતીઓ

 થીમ બેઇઝ દેશભકિત પર ડાન્સ  : પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ

 સંસ્કૃત રાસ :  એકનાથ રાનડે વિદ્યાલય

 સ્વેગ સે કરે સબકા સ્વાગત ફ્યુઝન ડાન્સ : વીર સાવરકર વિદ્યાલય

 ઢોલીડો પ્રાચીન રાસ : શ્રી મુરલીધર વિદ્યાલય

 જનની ને  જોડ... માતૃપ્રેમ દર્શાવતો રાસ : સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ

 રાજસ્થાની દ્યુમ્મર રાસ : મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય  (પ્રજ્ઞાચક્ષુ  બહેનો દ્વારા)

 વાગ્યો ઢોલ રાસ : મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય 

 બોલે ચૂડિયા ડાન્સ : મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય 

 કાના સોજા જરા .....:સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ

 વંદેમાતરમ્ પર પિરામિડ રચના :  પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ

(4:14 pm IST)