Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

જય દ્વારકાધીશ ગ્રુપ મિત્ર મંડળની સ્કીમ સંબંધે ગ્રાહક ફોરમમાં થયેલ ફરિયાદ રદ

રાજકોટ તા. ૧૪ :.. જય દ્વારકાધીશ ગ્રુપ મિત્ર મંડળના સંચાલક પ્રતાપ કાનાભાઇ લાવડીયા વિરૂધ્ધ વિશાલ નાનજીભાઇ ઉતેરીયા, મંજૂબેન હકાભાઇ ઉતેરીયા, કિશનભાઇ નાનજીભાઇ ઉતેરીયાના વતી રમાબેન આર. માવાણી, રાજકોટ જિલ્લા શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દરજ્જે કરેલ ફરીયાદ અન્વયે સ્કીમ મુજબ નાણા ભર્યાનું પુરવાર નહી કરેલ તથા વ્યકિતગત ફરીયાદ નહી હોવાનો બચાવ જય દ્વારકાધીશના એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયાએ રજૂ કરતા મુખ્ય ગ્રાહક ફોરમ દ્વારા મહત્વનો ચૂકાદો જાહેર કરેલ છે.

આ કેસની વિગતે જય દ્વારકાધીશ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા માસીક હપ્તા મુજબ રકમ ભરવા અને યોજનાનો સભ્યોને ઇનામથી લાભ મળવા મિત્ર મંડળ યોજના પસાર કરેલ જેમાં ઉપરોકત નં. ૧ થી ૩ નાઓએ સ્કીમ-યોજના મુજબ નાણા માસીક હપ્તો ચુકવેલ ન હોય છતાં છેલ્લા ડ્રો મુજબ એલસીડી ટીવી આપવા ફરજ પાડવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ માફરત એલસીડી ટીવી નહી આપવા અન્વયેની સેવામાં ખામી બદલ ફરીયાદ કરેલ જેમાં વ્યકિતગત ફરીયાદ નહી હોવાનો તથા જરૂરી અને ફરજીયાત હપ્તાની રકમ નહી ચુકવેલ હોવાનું બચાવ પક્ષે જય દ્વારકાધીશ ગ્રુપ તરફથી વાંધો દર્શાવેલ તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કોઇના વતી સંયુકત નામથી ફરીયાદ દાખલ કરવા અધિકાર ન હોવાનો વાંધો રજુ કરેલ જેને ધ્યાને લઇ અરજદાર ફરીયાદીની ફરીયાદ રદ કરતો અને સેવામાં ખામી નહી હોવાનો હુકમ ફરમાવેલ છે.

આરોપી તરફે ગોંડલીયા એસોસીએટસના એડવોકેટ શ્રી જયેન્દ્ર એચ. ગોંડલીયા, હીરેન ડી. લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદીપસિંહ વાઘેલા, હિતેન્દ્રગીરી ગોસ્વામી, વિરલ વડગામા, ભરત ડી. સીતાપરા, ભુમીતાબેન કોટક તથા ક્રિષ્નાબેન પીઠડીયા વકીલ તરીકે રોકાયેલ હતાં.

(4:05 pm IST)