Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કોર્પોરેશનમાં ભાજપ શાસનને બે વર્ષ પુરા

''વિકાસ'' થયો પણ તૂટેલા રસ્તાઓથી ''ગાંડો'' પણ થયો

રાજકોટ, તા., ૧૪: ગત ૧૪ ડિસેમ્બર-ર૦૧૫ના રોજ કોર્પોરેશનમાં  વર્તમાન ભાજપ શાસનની ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયરની નિમણુંકો થયેલ.  આ પદાધિકારીઓએ કોર્પોરેશનમાં શાસન ધુરા સંભાળ્યાને આજે બરોબર બે વર્ષ થયા છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ ડિસેમ્બર-ર૦૧પમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણી યોજાઇ હતી. આ ચુંટણીમાં ૭ર માંથી ભાજપે ૩૮ અને કોંગ્રેસે ૩૪ બેઠકો મેળવી હતી.  ૧૪ ડિસેમ્બર-ર૦૧પના રોજ આ ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં મેયર તરીકે ડો.જૈમનભાઇ  ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે પુષ્કરભાઇ પટેલ તથા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ સહીતના પદાધિકારીઓએ શાસનની ધુરા સંભાળી હતી. ત્યારે બરોબર આજના  દિવસે બે વર્ષ પુર્ણ થયા છે. બે વર્ષમાં શહેરમાં વિવિધ પ્રોજેકટો હાથ ધર્યા છે.

અત્રે નોંધનીય છે કે, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તથા ડેપ્યુટી મેયરની ટર્મ અઢી વર્ષની હોય છે. જુન-ર૦૧૮માં આ તમામ પદાધિકારીઓની મુદત પુર્ણ થશે.

(4:26 pm IST)