Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સ્લમ કવાટરમાં દિવાળીમાં થયેલા ઝઘડાનો ખાર રાખી રોહિત બારૈયાને છરી ઝીંકાઇ

રાહુલ વાઘેલા, લખન ઉર્ફે ચાપો પરમાર સામે ગુન્હો

રાજકોટ તા. ૧૪ : જામનગર રોડ સ્લમ કવાર્ટરમાં દિવાળીના તહેવારમાં થયેલા ઝઘડાનો ખાર રાખી વાલ્મીકી યુવાનને બે શખ્સોએ છરી ઝીંકી દેતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ સ્લમ કવાર્ટર લાખાબાપાની વાડીમાં રહેતો રોહિત જયસુખભાઇ બારૈયા (ઉ.વ.૨૦ા એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રાહુલ હરિશભાઇ વાઘેલા અને લખન ઉર્ફે ચાપો મનસુખભાઇ પરમાર (રહે. બંને જામનગર રોડ, સ્લમ કવાર્ટર)ના નામ આપ્યા છે. રોહિતે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. ગઇકાલે બપોરે પોતે ઘરેથી નીકળી મોટરસાયકલ લઇને કોઠી કમ્પાઉન્ડમાં સંબંધીના મરણ પ્રસંગમાં જતો હતો ત્યારે સ્લમ કવાર્ટરમાં આવેલ જલારામ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન પાસે રોડ પર પહોંચ્યો ત્યારે રાહુલ ઉર્ફે ચાપો બંનેએ કહેલ કે દિવાળીના તહેવારની રાત્રે તું મારી સાથે કેમ ઝઘડો કરી ગાળો બોલતો હતો. તેમ કહી ઢીકાપાટુનો મારમારી રાહુલ ઉર્ફે ચાપાએ છરીનો ઘા ઝીંકી ડાબા ખંભાના પાછળના ભાગે અને પગમાં ઇજા કરી હતી. બાદ બંને ભાગી ગયા હતા. બાદ રોહિતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પીઆઇ એમ.એસ.ગોસાઇએ તપાસ આદરી છે.

(4:26 pm IST)