Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ચેકરિટર્ન કેસમાં આરોપી મુદ્દતે હાજર નહિ થતાં કોર્ટનું વોરંટ

રાજકોટ તા. ૧૪: ચેક રિટર્ન અંગેના ફોજદારી કેસમાં સરકારી પ્રેસના કર્મચારી વિરૂધ્ધ વોરંટ કાઢવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદી જીતેનભાઇ ગીરીશભાઇ પંડયાએ ઓળખાણનો સબંધ ધરાવતા અને સરકારી પ્રેસમાં નોકરી કરતા અશોકભાઇ પરમાનંદભાઇ રાવલને હાથ ઉછીની રકમ રૂ. ૬૦,૦૦૦/- અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા મદદ માટે આપેલા જે રકમ પરત ન આપવા બાબતે આ કામના ફરીયાદીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ફરીયાદ કરેલી. જે કેસમાં આરોપી વારંવાર ગેરહાજર રહેતા રાજકોટના મહેરબાન ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી અશોકભાઇ પરમાનંદભાઇ રાવલ વિરૂધ્ધ વોરંટ ઇસ્યુનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે.

(4:25 pm IST)