Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પરિણિતાને કરીયાવર પ્રશ્ને ત્રાસ આપવા અંગે આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા. ૧૪: પરિણિતાને કરીયાવર પ્રશ્ને શારીરીક માનસિક ત્રાસ આપવા અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓ હિતેષ ઉર્ફે ઇનેષ રમેશભાઇ વાઘેલા, રમશેભાઇ મંગાભાઇ વાઘેલા, કાંતાબેન વાઘેલા, હંસાબેન રમેશભાઇ તથા ભનાભાઇ નાનકભાઇ ગૌરી સામેનો કેસ ચાલી જતાં અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના આરોપીઓએ મુળ ફરીયાદી જયશ્રીબેન ડો./ઓફ ઉકાભાઇ વા./ઓફ હિતેષભાઇ વાઘેલા રહે. તલાળા (ગીર) ને તું કયાં કરીયાવર લાવેલ નથી તેમ કહી મેણાટોણા મારી, શારીરિક, માનસિક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી આરોપીઓએ ગુનો કરેલ હતો તે બાબતમાં આ કામના આરોપીઓ પર ભારતીય દંડ સહીતાની કલમ-૪૯૮ (એ), ૧૧૪ મુજબનો ગુનો કર્યાની ફરિયાદ થયેલ. કેસ બોર્ડ પર આવતા આરોપી તરફે રોકાયેલ વકીલશ્રી અજય એમ. ચૌહાણની દલીલને ધ્યાને રાખી ઉપરોકત આરોપીઓએ ફરીયાદીને શારીરિક કે માનસિક દુઃખ ત્રાસ આપેલાનું રેકર્ડ ઉપર પુરવાર કરી શકે તેમ ન હોય જેથી ફરિયાદપક્ષ પોતાનો કેસ નિઃશંકાપણે પુરવાર કરી શકેલ ન હોવાથી આ કામના આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવેલ હતાં.

આ કામમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, કમલેશ એચ. વોરા તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતા.

(4:25 pm IST)