Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મતગણતરીમાં ૧૧૪ ટેબલ માટે ૧૧૪ માઇક્રો ઓબર્ઝવરના ઓર્ડરોઃ કલેકટર દ્વારા નિરીક્ષણ

આજથી કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં પણ સીસીટીવી કેમેરા લાગુ કરી દેવાયા : મોટા LED સ્ક્રીન - ટીવી મૂકાયાઃ ૧૮મીએ સવારે ૬ વાગ્યે ૬૦૦ના સ્ટાફનું રેન્ડમાઇઝેશન

રાજકોટ તા. ૧૪ : રાજકોટ શહેર - જિલ્લાની ૮ વિધાનસભા બેઠકની મતગણતરી જ્યાં થવાની છે તે કણકોટ એન્જીનિયરીંગ કોલેજ ખાતે હાલ ધમધમાટ ચાલી રહ્યો છે, દરેક રૂમ તૈયાર થઇ રહ્યા છે, દરમિયાન કલેકટર દ્વારા કણકોટ ખાતે કુલ ૧૦ રૂમ તૈયાર કરાઇ રહ્યા છે, અમે દરેક રૂમમાં ૧૪ ટેબલ સહિત કુલ ૧૧૪ ટેબલ તૈયાર ઉપર મતગણત્રી ઉપર બાજ નજર રાખવા કુલ ૧૧૪ માઇક્રો ઓબર્ઝવરના આજે તાકિદના ઓર્ડરો કરાયાનું ચૂંટણી સૂત્રોએ ઉમેર્યું હતું.

બીજી બાજુ આજ સવારથી કલેકટર સહિતના અધિકારીઓનો કાફલો કણકોટ નિરીક્ષણ અર્થે દોડી ગયો છે.

ગણત્રીના દિવસે કણકોટ એન્જીનિયરીંગ કોલેજ બહાર લોકોને પરિણામ મળી રહે તે માટે બે મોટા એલઇડી સ્ક્રીન મૂકાશે, અને કાઉન્ટીંગ તથા મિડીયા રૂમમાં ટીવી મૂકવા આદેશો કરાયા છે.

૧૮મીએ સવારે ૬ વાગ્યે મતગણત્રી માટે મૂકાયેલા ૬૦૦ના સ્ટાફનું ઓબર્ઝવરની હાજરીમાં રેન્ડમાઇઝેશન થશે અને પ્રારંભમાં ૮ વાગ્યે પોસ્ટલ બેલેટની ગણત્રી થશે અને ૮ાા વાગ્યાથી ઇવીએમમાં પડેલા મતોની ગણત્રી કરાશે.

દરમિયાન રાજકોટની નવી કલેકટર કચેરીએ પણ આજથી કમ્પાઉન્ડમાં અને ત્રણેય માળ ઉપર સીસીટીવી કેમેરા ચાલુ કરી દેવાયા છે. કલેકટર દ્વારા તમામ વિગતો જોવાઇ રહી છે.

(4:23 pm IST)