Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

''કળીયુગ ઓશો''

ઓશો રજનીશને એક પ્રશ્નમાં પુછવામાં આવ્યું કે એવી કઈ ઘટના થઈ કે મનુષ્ય જાતિના  ઈતિહાસમાં જાગૃત બુધ્ધ ચેતનાઓ આ પૃથ્વી ગ્રહ ઉપર નથી રહયા? એક પ્રયાસ હતો જયારે ઘણા બધા જાગૃત ચેતનાને પ્રાપ્ત લોકો હતા. આટલો અંધકાર મનુષ્ય ચેતનામાં શા માટે છે?

જયારે પણ કોઈ પરમાત્મા ઉપલબ્ધ જાગૃત ચેતના જેમની મહાપ્રજ્ઞા પરમ શીખરે હોય છે. ત્યારે બેહોશ મનુષ્ય સમુહો તેમની વિરૂધ્ધ થતો રહે છે કેમકે આવી  વ્યકિત એકલ દોકલ હોય છે. તેમની વિરૂધ્ધ સમુહ હિંસાત્મક થઈ જાય છે. જેથી કરીને એનલાઈટમેન્ટની શકયતા નથી રહેતી. હયાત બુધ્ધને કદી સમાદર નથી મળ્યો.

ઓશોને તેમના મિત્રે પુછયું કે શું જીસસ ક્રાઈસ્ટ ''ઈશુ ભગવાન'' ફરીથી આવશે. તેના જવાબમાં ઓશોએ કહ્યું કે જો જીસસ બુધ્ધિશાળી હશે તો તેઓ ફરીથી પણ આવવાનું ટાળશે. તેમની સાથેનો વ્યવહાર જે રીતે આપણે કરેલુ છે. તે જોતા તેઓ ફરીવાર આવતા વિચારશે જે રીતે સોક્રેટિસને ઝેર પીવડાવવામાં આવ્યું. જીસસને ફાંસીને માચડે લટકાવવામાં આવ્યા. એનાં કસગોરસ, અલ્લહિલ્લજ મનસુરને, શરમદ વગેરે સાથેનો અસદભાવ મનુષ્ય જાતિની બેહોશી ભરેલો વ્યાહરને લઈને તેઓને રોકે છે. બુધ્ધની સાથેનો તેમને મારી નાખવાનો પ્રયાસ શુ બતાવે છે?

ઓશો રજનીશજી આગળ જણાવે છે કે મને ખુદને કોઈપણ ગુનાવગર અમેરિકામાં બારદિવસ જેલમાં નાખીને ઝેર પીવડાવવામાં આવ્યું અને છુટવા માટે ચારસો હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો જયારે મારી પાસે ખીસ્સામાં એક ડોલર પણ ન હતો તથા એકવીશ દેશોની પાર્લામેન્ટમાં ઠરાવ કરવામાં આવ્યો કે તેમના દેશના દરવાજા બંધ કરી દીધા. આથી એવું લાગે છે કે રાજકારણીઓ વધારે સ્ટુપીડ અને અવિવેકીઓ બધે હોય છે. તેમના જેટ પ્લેનમાં ઈંધણ ભરાવવા માટે પણ ઈંગ્લેન્ડમાં મના કરવામાં આવી. તેમને મારી નાખવાના અમેરિકા અને રૂઢિચુસ્ત પરંમપરાંના લોકોએ પ્રયત્નો કરેલ છે. સમુહે દુદી તેમની સાથે સારો વ્યવહાર નથી કર્યો? સત્ય સાથે જીવવું કઠણ હોય છે.

ઓશોનો પ્રયોગ મનુષ્યએ તનાના વિકાસ માટે છે. બાહરના વિકાસ કરતા પણ આખા જગતને જાગૃત ચેતના સભર ભરેલ લોકોથી ભરવાનો છે, ઓશો કહે છે કે હું એક કે બે વ્યકિતઓને જાગૃત બુધ્ધપુરૂષ બનાવવા નથી માંગતો પરંતુ મારા લાખ્ખો અને હજારો લોકોન શિષ્યોને પ્રબુધ્ધ બનાવવાનો પ્રયોગ છે જેથી તેઓ એકલા અટુલા ન હોય તેમને ફાંસીને માચડે ચડાવવાની સામાન્ય બેહોશ વ્યકિતઓના સમુહની હિમ્મત ન થઈ ? ભલે મને એકવીશ દેશોમાં ફેલાયેલા છે. તેઓ મારા સંદેશ વાહક બનીને તેમના તથા કથિત રૂઢિવાદી ધર્મને ઉખેડીને ફેંકી શકે?

(''ઝેન-મેની ફેસ્ટો માંથી પ્રસ્તુત'')

સંકલન અને રજુઆતઃ માધવસિંહ ગોહિલ

મો.૯૬૮૭૬ ૨૧૯૯૦ રાજકોટ

(7:35 pm IST)