Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

તમારી મિલ્કતો કેમ જાહેર નથી કરતા? અધિકારીઓને મ્યુનિ. કમિશ્નરનો પત્ર

કોર્પોરેશનનાં વર્ગ-૧નાં ૨૫ તથા વર્ગ-૨નાં ૭૫ કર્મચારીઓને વર્ષ-૨૦૧૬-૧૭ની મિલ્કતો, સંપતિની વિગતો વેબસાઇટ પર મુકવા સુચના

રાજકોટ,તા.૧૪: કોર્પોરેશનનાં વર્ગ -૧ અને૨નાં અધિકારીઓને વર્ષ ૨૦૧૬-૧૭ની મિલ્કતો, સંપતિની વિગતો જાહેર કરવા મ્યુનિ. કમિશ્નરે પત્ર પાઠવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સેવા નિયમોની જોગવાય અન્વેય મ્યુનિ. કોર્પોરેશનનાં વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીઓની મિલ્કતોની માહિતી દર વર્ષે તંત્રની વેબસાઇટ પર મુકવામાં આવે છે.

પરંતુ કોર્પોરેશનનાં વર્ગ-૧ અને ૨નાં અધિકારીઓની મિલ્કતો અંગે વર્ષ ૨૦૧૬-૧૭ની માહિતી આજ દિન સુધીમાં વેબસાઇટ પર મુકવામાં ન આવતા ડેપ્યુટી કમિશ્નરે વર્ગ - ૧નાં ૨૫ તથા વર્ગ -૨નાં ૭૫ સહિત કુલ ૧૦૦ અધિકારીઓને પત્ર પાઠવી ૭ દિ'માં મિલ્તોની તમામ વિગતો કમિશ્નર શાખામાં આપવા પત્રમાં જણાવામાં  આવ્યુ છે. આ પત્ર પ્રસિધ્ધ થતા વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

(4:05 pm IST)