Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કપાસને કોરી ખાતી લાલ ઇયળો

વૃધ્ધિ અટકાવી વજન હળવો કરેઃ ૧૦ ટકાથી વધુ નુકશાનીનો અંદાજ

રાજકોટ તા. ૧૪: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કપાસમાં લાલ ઇયળ તરીકે ઓળખાતી જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

કપાસ ઉપાડવાનો સમય પૂરો થવામાં છે. અમૂક વિસ્તારોમાં કપાસનો પાક ઇયળથી બચી ગયો છે પણ અમૂક વિસ્તારોમાં ભારે ઇયળ જોવા મળી છે. દવા છંટકાવ પણ અસરકારક નિવડતો નથી. જીવાતના કારણે કપાસના છોડની વૃધ્ધિ અટકી જાય છે તેમજ કપાસ વજનમાં હલકો થઇ જાય છે. ગુણવત્તા જોખમાય છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષથી કપાસમાં ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

(4:29 pm IST)