Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રણુજા મંદિર પાસે વરલી રમતાં પાંચાને પકડી લેવાયોઃ ખીમજીનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ રણુજા મંદિરથી આગળ કનૈયા ચોક સામે માંડા ડુંગર પાસે હીંગળાજનગરમાં રહેતો પાંચા રામભાઇ અલગોતરા (ઉ.૬૦) વરલી ફીચરના આંકડા લઇ જૂગાર રમાડતો હોઇ આજીડેમ પોલીસ મથકના શૈલેષભાઇ ભીંસડીયાએ પકડી લઇ રૂ. ૨૭૯૦ રોકડા તથા આંકડા લખેલી સ્લીપો, બોલપેન કબ્જે લીધા હતાં. તે સોમનાથ સોસાયટીના ખીમજી પટેલ પાસે કપાત કરાવતો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. એમ. ડી. ઝાલા વધુ તપાસ કરે છે.

(12:47 pm IST)