Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

આજીડેમ રીંગ રોડ પાસે 'હિટ એન્ડ રન': પરપ્રાંતિય સિકયુરીટીમેન વૃધ્ધને કચડી મારી કારચાલક ભાગ્યો

મુળ જોધપુરના રામેશ્વરભાઇ ખીંચી (ઉ.૬૨) નોકરી પુરી કરી ઘરે જતા'તા ને કાળ ભેટ્યો

રાજકોટ તા.૧૪: સાંજે આજીડેમ રીંગ રોડ પર કિશાન ગોૈશાળા જવાના સર્વિસ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. અજાણ્યો કાર ચાલક પરપ્રાંતિય સિકયુરીટીમેન વૃધ્ધને કચડી ભાગી જતાં આ વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સાંજે એક વૃધ્ધને કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાણભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં આજીડેમના પી.એસ.આઇ. આર.બી. વાઘેલા, રાજેશભાઇ મેર, જયંતિભાઇ સહિતે બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

તપાસ થતાં મૃતક વૃધ્ધ મુળ જોધપુરના અને હાલ કોઠારીયા રોડ ઇન્દિરાનગર-૧માં રહેતાં રામેશ્વરભાઇ ભોમાજીભાઇ ખીંચી (ઉ.૬૨) હોવાનું ખુલતાં પોલીસે તેમના પુત્ર ધર્મેશ ખીંચી (ઉ.૩૦)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃતક ચાર-પાંચ વર્ષથી રાજકોટ રહેતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે ગોંડલ રોડ પર સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. રાત્રે નોકરી પુરી કરી ઘરે જઇ રહ્યા હતાં અને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. બનાવથી પરિવામાં શોક છવાઇ ગયો હતો.

(11:41 am IST)