Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સુરતાલ કરાઓકે ગ્રુપ રાજકોમાં રમઝટ બોલવી હવે વિદેશ પ્રવાસેઃ શુભેચ્છા વર્ષા

૧૭મીના રવિવારે નાઈરોબીમાં નોનપ્રોફેશનલ સિંગરોનો સ્ટેજ શો

રાજકોટ, તા.૧૪:  સૂરતાલ ગ્રુપનો નો હેમુ ગઢવી હોલમાં ૨૭ ગીતોનો રંગારંગ કાર્યક્રમ, હકડેઠઠ ભરેલા ઓડીટોરીયમમાં નોન- પ્રોફેશનલ સિંગરોએ એક એક થી ચઢીયાતા ગીતો પોતાની શૈલીમાં રજુ કરી દરેક ગીત બાદ ''વન્સ-મોર'' મેળવેલ અને શ્રોતાઓએ સીટીઓ વગાડી, પોતાની ખુશ વ્યકત કરી હતી. યોગેશભાઈ પુજારાએ સંપૂર્ણ શો સ્પોન્શર કરેલ અને તેમનો પરિવાર સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ. આપ કે કમરે મેં કોઈ રહેતા હૈ અને ઓમ શાન્તી ઓમનાં ગીતોમાં શ્રોતાઓએ પણ કોરસ તરીકે સાથે જોડાઈને કલાકારોને ખુબ ઉત્ત્।ેજન આપેલું. ટીવી શો નાં મ્યુઝિક શો માં આવતા કલાકારોની જેમ,પહેલી વખત સૂરતાલનાં કલાકારોએ ઈયર-પ્લગ મોનીટરનો ઉપયોગ કરી, ગીતો પરફોર્મ કરેલા. સૂરતાલની પાંચ મેમ્બરોની ટીમ આજે  પહેલી વખત કારાઓકે ટ્રેક ઉપર શો કરવા વિદેશ જવા રવાના થાય છે જે રાજકોટ માટે ગૌરવની વાત છે. તા.૭મીના રવિવારે કેન્યાનાં નાઈરોબી શહેરમાં  સૂરતાલ કરાઓકે ગ્રુપ ઓફ નોન-પ્રોફેશનલ સિંગર્સનાં સભ્યો સ્ટેજ શો આપશે. રાજકોટની સંગીત પ્રિય જનતાનાં પ્રોત્સાહનથી અમારું ગ્રુપ અનેક શો રાજકોટમાં કરીને હવે વિદેશ-યાત્રાએ જાય છે તે રાજકોટની પ્રજાનાં આશીર્વાદ છે એમ સૂરતાલ ગ્રુપનાં મેન્ટર પરિમલ ઘેલાણીનું કહેવું છે.

(11:41 am IST)