Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કપિલ વાજા મારી પત્નિને ધરાર સંબંધ રાખવા ધમકાવતો'તો, મેં ઠપકો દેતાં હત્યાનો પ્રયાસ કર્યોઃ ભાનમાં આવેલા વેપારીનું કથન

મોચી શખ્સે છરીના સાતેક ઘા ઝીંકી દીધા બાદ ગંભીર હાલતમાં રહેલા તારેશભાઇ દક્ષિણી ભાનમાં આવતાં માલવીયાનગર પોલીસે નિવેદન નોંધ્યું: વેપારીના પુત્રને પણ બનાવના બે દિવસ પહેલા કપિલે ધમકી દીધી'તી

રાજકોટ તા.૧૪ : માધવપાર્કમાં રહેતા અને ઘર સાથેજ કટલેરીની દુકાન ધરાવતા લોહાણા વેપારીને છરીના ઘા ઝીંકી હત્યાના પ્રયાસના બનવામાં ભોગ બનનાર લોહાણા વેપારી ભાનમાં આવતા માલવીયાનગર પોલીસે તેનુ નિવેદન નોંધ્યુ હતું આરોપી કપિલ વાજા પત્નીને પરાણે સંબંધ રાખવા માટે ફોન કરી ધમકી આપતો હોવાનું જાણવા મળ્યું છ.ે

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પુનિતનગર પાસે માધવ વાટીકામાં ઘનશ્યામ ડેરી પાસે સાઇકૃપા નામના મકાનમાં રહેતા અને ઘર સાથે જ કટલેરીની દુકાન ધરાવતા તારેશભાઇ હિંમતભાઇ દક્ષીણી (ઉ.૪પ) ગત તા.૮ ના રોજ ઘરેથી બાઇક હંકારીને એચ.જે. દોશી હોસ્પીટલવળા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારેપંચશીલ સોસાયટીના ખૂણા પાસે પહોંચ્યા ત્યારે ૧૧૧૧ નંબરની ફોર્ચ્યુનર કારમાં આવેલા કપીલ વાજા નામના શખ્સે બાઇકને આંતરી તારેશભાઇને છરીના ઘા ઝીંકી કાર લઇને ભાગી ગયો હતો. બાદ તારેશભાઇ દક્ષીણીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્ટર્લીંગ હોસ્પીટલમાં ખસેડાયા હતા આ બનાવમાં માલવીયાનગર પોલીસે કપીલ વાજા વિરૂદ્ધ હત્યાની કોશીષની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ એન.એન. ચુડાસમા તથા રાઇટર પરેશભાઇ, જાવેદભાઇ અને અરૂણભાઇએ તપાસ હાથધરી હતી દરમ્યાન ગઇકાલે લોહાણા વેપારી તારેશભાઇ દક્ષીણી ભાનમાં આવતા માલવીયા નગર પોલીસ મથકના પીઆઇ ચુડાસમા, રાઇટર પરેશાઇ અને જાવેદભાઇએ હોસ્પીટલે પહોંચી  તારેશભાઇનું નિવેદન લીધુ હતું. નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તા.૮ ના રોજ પોતે બાઇક લઇને ઘરેથી નીકળ્યા ત્યારે આ કપિલ વાજા કાર લઇને પાછળજ આવતો હતો અને પોતે એચ.જે. દોશી હોસ્પીટલ પાસે પહોંચ્તા તેણે કાર આડી નાખી કારમાંથી ઉતરીને છરી વડે હુમલો કર્યો હતો. કપીલ વાજા પોતાના ઘર નજીક રહે છ.ે પોતાને કટલેરીની દુકાન હોઇ તેથી તે અવાર નવાર દકુાને આવતો હતો. અને દુકાનમાં મહિલા ગ્રાહકો વધુ આવતા હોવાથી તેને દુકાને આવવાની ના પાડી હતી. તેમ છતા પણ તે કાર દુકાન સામે પાકૃ કરી ત્યાં ઉભો રહેતો હતો આ બાબતે અગાઉ તેની સાથે માથાકુ થઇ હતી અનેપોતાની પત્નીને પણ ફોન કરી પરાણે સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકી આપતો હતો બનાવના બે દિવસ પહેલા પણ કપિલ વાજાએ પૂત્રને ધમકી આપી હતી આ મામલે પોલીસે કપીલ વાજાની શોધખોળ હાથ ધરી છે.

(4:40 pm IST)