Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મહિલા કોલેજ અંડરબ્રીજમાં ઓઇલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયાઃ ફાયર બ્રીગેડે તાત્કાલીક રસ્તો પાણીથી સાફ કર્યો

રાજકોટઃ શહેરના અતી ટ્રાફીક વાળા મહિલા કોલેજ અંડર બ્રીજમાં આજે બપોરે કોઇ અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા રસ્તો ચીકણો થઇ ગયો હતો અને રસ્તા પરથી પસાર થતા વાહનો સ્લીપ થવા લાગ્યા હતા. આ બાબત ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલીક ઘટના સ્થળે ટેન્કરો દોડાવી રસ્તા ઉપર પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:38 pm IST)