Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સરલ સ્ટવ કંપનીના માલીક ઉપર એક લાખનો દંડ કામદારના વારસદારે કરેલ કેસમાં વિમા કંપનીને પણ દંડ

રાજકોટ તા ૧૪  : કોર્ટમાં ખોટી રજુઆત જુબાની આપવા સબબ સરલ સ્ટવ બનાવનાર કંપનીના માલીક ઉપર રૂપીયા એક લાખનો  દંડ કરવામાં આવેલ છે.

રાજકોટ  મુકામે સરલ સ્ટવ બનાવનાર કંપનીમાં નોકરી કરતા કામદાર રવિન્દર વર્માનું નોકરીની ફરજ ઉપર મૃત્યુ થયેલ તે માટે ગુજરનારના વારસદારો, પત્ની તથા બાળકોએ રાજકોટના વર્કમેન કમિશ્નર સમક્ષ વળતરનો કેસ દાખલ કરેલ, તે કેસમાં ગુજરનાર કામદારના ફેકટરી માલીક એ કોર્ટમાં ખોટી હકીકતો વાળી જુબાની આપેલ અને  પોતાની ફેકટરી ઇ.એસ.આઇ હેઠળ રજીસ્ટર થયેલ હોવાનું જણાવી કામદારને વળતર ચુકવવાની જવાબદારી નથી તે પ્રકારની કાનુની લડત આપેલ.

લેબર કોર્ટમાં સરલ સ્ટવ માલીક તરફે સોગંદ ઉપર જુબાની આપેલ હોવાના તારણ સાથે લેબર કોર્ટના જજ શ્રી પરમાર એ ફેકટરી માલીક તથા ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ ગુજરનારના વારસોને વળતરની રકમ રૂપીયા ચાર લાખ ચુકવવા હુકમ કરેલ.

ફેકટરી માલીક એ વળતરની રકમ પ૦ ટકા પેનલ્ટી ઉપરાંત કોર્ટમાં ખોટી રજુઆતો  કરવા અંગે ફેકટરી માલીક ઉપર રૂપીયા એક લાખનો દંડ તથા અકસ્માત તારીખથી ૧૨ ટકા ચડત વ્યાજ સહિત કુલ રૂપીયા ચોૈદ લાખ વળતરની રકમ ચુકવવા હુકમ કરેલ છે.

રાજકોટની ઓરીએન્ટલ વિમા કંપનીએ પણ કેસમાં કરેલ વિલંબ સબબ વિમા કંપની  ઉપર  દશ હજાર દંડ ચુકવવાનો મહત્વનો ઐતિહાસીક ચુકાદો અદાલતે આપતા ફેકટરી માલીકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ગુજરનારના વારસદારો તરફે રાજકોટના એડવોકેટ  જી.એ. સુરૈયા તથા જુનીયર એડવોકેટ કૃણાલ એચ. કક્કડ રોકાયેલ હતા.

(4:13 pm IST)