Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રેસકોર્ષ રીંગ રોડ પર વાહન ચેકીંગ કરી રહેલા મહિલા કોન્સ્ટેબલને કાર ચાલકે ઠોકરે ચડાવ્યા

પારૂલબેન ડાંગર સારવાર હેઠળઃ જીજે૦૩એફડી-૩૦૦૦ નંબરની કાર મુકી ચાલક ભાગી ગયોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ચાલકને શોધી ધરપકડ કરી

રાજકોટ તા. ૧૪: રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ મથક નજીક એનસીસી ચોકમાં મહિલા પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચેકીંગની કાર્યવાહીમાં હતી ત્યારે એક કારના ચાલકે વાહન ચેકીંગની ફરજમાં રહેલા કોન્સ્ટેબલ પારૂલબેન વીરાભાઇ ડાંગર (ઉ.૨૫)ને ઠોકરે ચડાવી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે હોસ્પિટલે પહોંચી પારૂલબેનની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં પ્રારંભે એવી વાત વહેતી થઇ હતી કે કાર ચાલકે સીટી બેલ્ટ બાંધ્યો ન હોઇ તેને અટકાવવાનો પ્રયાસ કરતાં દંડથી બચવા ભાગતી વખતે તેણે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે લીધા હતાં. જો કે પોલીસ ફરિયાદમાં આકસ્મિક બનાવ હોવાનું નોંધાયું હતું. તસ્વીરમાં ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને કાર જોઇ શકાય છે.

રમિયાન કારના ચાલક અને માલિકનું નામ શાહિદ અલ્લારખાભાઇ લાખા (ઉ.૨૮-રહે. બજરંગવાડી પુનિતનગર-૮) હોવાનું સામે આવતાં પોલીસે તેને સકંજામાં લઇ લીધો છે. તેના કહેવા મુજબ તે પરિવારજનોને લઇને બહાર જવા નીકળ્યો હતો. ટ્રાફિક ન નડે તે માટે એરપોર્ટ રોડ ફાટક થઇ હોસ્પિટલ ચોક જવા મહિલા પોલીસ મથકવાળા રોડ  પરથી નીકળ્યો હતો ત્યારે અકસ્માત સર્જાઇ ગયો હતો. શાહિદને પંચરની દૂકાન છે.

(4:10 pm IST)