Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાજકોટ જિલ્લાના ૧૪ ભાજપ પ્રમુખો રાત સુધીમાં જાહેર : રાજકોટ તાલુકામાં ખેચતાણથી નિર્ણય ટલ્લે

જસદણ શહેરમાં મકાતી, તાલુકામાં રામાણીઃ વીંછીયામાં સાકરિયા, ભાયાવદરમાં વાઘાણી : કોઇને નસિત ગમે, કોઇને કાનગડ ગમેઃ લોધિકા-કોટડાસાંગાણીમાં પણ સખળડખળ

રાજકોટ તા.૧૪ : જિલ્લામાં ભાજપ સંગઠન સંરચનાની કામગીરી ચાલી રહી છે. કુલ તાલુકા અને નગર કક્ષાના ૧૭ પ્રમુખો અને ૩૪ મહામંત્રીઓ જાહેર કરવાના થાય છે. જેમાંથી બપોર સુધીમાં ૬ એકમોના પ્રમુખ સહિતના હોદ્દેદારો જાહેર થઇ ગયા છે. રાત સુધીમાં ૧૪ એકમોનું કામ પુરૂ થશે ડી.કે.સખિયા, માધાભાઇ બોરીચા, પ્રકાશ સોની, ભાનુભાઇ મેતા વગેરે તાલુકા વાર અલગ અલગ ટીમ સ્વરૂપે મુલાકાત લઇ પ્રદેશના નિર્ણય મુજબ નામ સર્વાનુમતે જાહેર કરી રહ્યા છે.

રાજકોટ તાલુકામાં પ્રમુખ પદ માટે ભાજપના બે જૂથ સામસામે છે. એક જૂથ બાબુ નસિતનું નામ આપી રહ્યુ છે બીજુ જુથ ગૌતમ કાનગડ માટે આગ્રહી છે. બે ની વચ્ચે ત્રીજો ફાવી જાય તો નવાઇ નહિં.

કાલે સાંજે ફરી સંકલન સમિતિ મળશે. રાજકોટ, લોધિકા, કોટડા સાંગાણી બાબતે સર્વાનુમતી ન થાય તો ત્રણેયનાં નિર્ણય નવા જિલ્લા પ્રમુખ માટે બાકી રખાશે. આજે બપોર સુધીમાં જાહેર થયેલા નામો નીચે મુજબ છે.

એકમ

પ્રમુખ

જસદણ શહેર

અનિલ મકાતી

જસદણ તાલુકો

વલ્લભ રામાણી

વિંછીયા

અશ્વિન સાકરિયા

ઉપલેટા શહેર

રમણીક ઠુમર

ઉપલેટા તાલુકો

સંજય માંકડીયા

ભાયાવદર

અતુલ વાછાણી

(4:09 pm IST)