Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કજરા રે.. કજરા રે.. તેરે કારે કારે નૈના...

૧૯મીએ મ્‍યુ. કોર્પોરેશનના ૪૭મા સ્‍થાપના દિને બોલીવુડના સીંગર જાવેદ અલીની મ્‍યુઝીકલ નાઇટનું આયોજન

હિન્‍દી ફિલ્‍મ જગતના જુના-નવા ગીતોની મેલડી સહિત ર૭ સુપ્રસિદ્ધ ગીતો રજૂ કરી રંગ જમાવશે : સ્‍ટે. ચેરમેન ઉદય કાનગડની જાહેરાત

રાજકોટ, તા. ૧૪ : આગામી તા.૧૯મી નવેમ્‍બરે મ્‍યુ. કોર્પોરેશનનો સ્‍થાપના દિન છે. આ પ્રસંગે મ્‍યુ. કોર્પોરેશન દ્વારા બોલીવુડના પ્રસિદ્ધ સીંગર જાવેદ અલીની મ્‍યુઝીકલ નાઇટનું ભવ્‍ય આયોજન કર્યાની જાહેરાત સ્‍ટન્‍ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે કરી છે.

આ અંગે સતાવાર યાદી મુજબ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્‍યું હતું કે દર વર્ષે તા. ૧૯ નવેમ્‍બરના મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સ્‍થાપના દિન નિમિતે બોલીવુડ ગીતકારની સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્‍વયે આ વર્ષે એટલે કે ૪૭માં સ્‍થાપના દિન નિમિતે પણ સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવેલ જેમાં બોલીવુડ સીંગર જાવેદ અલી શહેરની સંગીત પ્રેમી જનતાને ડોલાવશે. વધુમાં તેઓને જણાવ્‍યું હતું કે આ સંગીત સંધ્‍યા તા. ૧૯ નવેમ્‍બર મંગળવારના રોજ રેસકોર્ષના રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે યોજાશે. આ ઉપરાંત મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીને રોશનીથી શણગારવામાં આવશે.

નોંધનીય છે કે બન્‍ટી-ઓર બબલી ફિલ્‍મના કજરા રે.. કજરા રે.. ગીત, જબ વિખેરનું નગાડા.. નગાડા, બજરંગી ભાઇજાનનું તુ... જો મીલા, તેમજ રોક સ્‍ટારનું કુમ કાયા કુલ જોધા અકબરનું ખ્‍વાજા  મેરે.. ખ્‍વાજા જેવા સુફી ગીતોથી પ્રસિદ્ધ થયેલા જાવેદ અલી આ મ્‍યુઝિકલ નાઇટમાં ર૭ જેટલા જુના-જવા ગીતોની મેલેડી અને ગીતો રજૂ કરશે.

 

(3:40 pm IST)