Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ચક દે... ગર્લ્સ હોકીમાં દાહોદની ટીમ ચેમ્પિયન : ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ કૌવત બતાવશે

રાજયકક્ષાની અન્ડર-૧૭ ગર્લ્સ હોકી સ્પર્ધાનું સમાપન

રાજકોટ : ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર અને હોકી રાજકોટ એસોસીએશનના સંયુકત ઉપક્રમે ખેલમહાકુંભ રાજયકક્ષા અન્ડર-૧૭ ગર્લ્સ હોકી સ્પર્ધામાં ગુજરાતમાંથી જુદા જુદા ચાર પ્રદેશની વિજેતા ટીમો ૮ ભાગ લીધેલ હતો. જેમાં આજે સવારે દાહોદ અને અરવલ્લી વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયેલ. જેમાં દાહોદની ટીમે અરવલ્લીને ૩-૨થી હરાવી ચેમ્પિયન બન્યુ હતું. હવે આ ચેમ્પિયન અને રનર્સઅપ ટીમના ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રીયકક્ષાએ કરવામાં આવશે. આ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વી.પી. જાડેજા તેમજ હોકી રાજકોટના સેક્રેટરી શ્રી મહેશભાઈ દીવેચાએ જહેમત ઉઠાવી હતી. વિજેતા રનર્સઅપ ટીમને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.( તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)