Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજના ૪૩૮ પાળીયાના ગ્રંથનું જાજરમાન વિમોચન-લોકડાયરો

બ્રિજરાજદાન ગઢવી-હરેશ દાન સુરૂ- ગીતાબેન રબારી-મહેશદાન ગઢવી સાહિત્ય લ્હાણ પીરસશેઃ ૧૧ ડીસેમ્બરે કાર્યક્રમ

રાજકોટઃ તા.૧૪, આગામી તા.૧૧ ડિસેમ્બરના રોજ ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજના ૪૩૮ પાળીયાના ગંથ્રનું જાજરમાન વિમોચન તથા ભવ્ય લોકડાયરો યોજાયેલ છે.

 અખઇ વાડી મુ. સમી, તા. સમી, જી. પાટણ, રાધનપુર મહેસાણા હાઇવે વઢિયાર પ્રદેશ ખાતે સ્વ. ખોડુભા (રાકેશભાઇ) બારોટજી નરવૈયા રાજપૂત રત્નમાળા ના ૪૩૮ પાળીયાના ગ્રંથ રચયતા ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજ ના ઇતિયાસ તરફ નજર કરવા માં આવેતો સુરા, સંતો, સતીત્વ, જેવા બલીદાનો કરમસિંહ રથવી, ખેંગારભા સિંધવ, સતી સોનબા, વિહોભા બુટીયા, રાજધરજી ડાભી, મલીબા જાદવ, માંડાભા ડોડ, ગંગાબા ગોહિલ, વાધજીદાદા સુર, કાનભા ચાવડા, જેઠાભા રાઠોડ, સંત શ્રી અખૈયા, સંત શ્રી તેજાભા, જગમાલસિંહ વિરાજી ખેર જેવા મહાન શુરવીરો એ કોઇ આશરા ધરમ માટેકોઇ ગાયોના રક્ષણ માટે બેન દિકરીઓની ઇજજત માટે કોઇ ગામના રક્ષણ માટે પોતાના પ્રાણ આપીયા અને રાષ્ટ્ર  માટે સર્મરપ્રીત થઇ ગયા એવા શુરવીરોને યાદ કરવાએ આપણી ફરજ છે અને સમાજ રૂણ અદા  કરવાનો સમય આવી ગયો હોવાનું ક્ષત્રિય નાડોદા રાજપુત સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ.

આ કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી હસમુખસિંહ કાન્તીભા ચાવડા(માંડવી) ઉજેતા ઈતિહાસ વીર રસ નીવાતો લઇને જાણીતા કલાકાર શ્રી બ્રીજરાજદાન ગઢવી,બેનશ્રી ગીતાબેન રબારી તથા હરેશદાન સુરૂ તથા વિદ્રવાન વકતા મહેશદાન ગઠવી તથા સમાજનુ ધરેણુ શંકરસિંહ સિંધવ, મહેન્દ્રસિંહ રાજપૂત, જયુભા સિંધવ, કાનભા વાઢેર, પ્રકાશસિંહ સિંધવ, જયદેવસિંહ રથવિ જેવા કલાકારો દ્રારા પાળીયા ઓની વાતો પોતાના શબ્દોથી બિરદાવવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રસિંહ ડોડ, હાર્દિકસિંહ ડાભી, કમલેશસિંહ જાદવ, ભવાનસિંહ પઢારીયા, સંજયસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ડાભી, નિતીનસિંહ ડોડ, બલદેવસિંહ સિંધવ, ભાવિનસિંહ ગોહિલ, કિપ્રાલસિંહ ગોહિલ, વિવેકસિંહ સિંધવ, સહદેવસિંહ ખેર, યોગીરાજસિંહ ડાભી, કિશનસિંહ ડોડીયા, શલેન્દ્રસિંહ વાઢેર, ભુપતસિંહ જાદવ, ધનશ્યામસિંહ ડોડીયા, ભુપતસિંહ વણોલ, ચન્દ્રસિંહ ડોડીયા, રધુવિરસિંહ વાઢેર, ભરતસિંહ ડાભી, સંજયસિંહ ડાભી, અજયસિંહ ચાવડા, આનંદસિંહગોહિલ, પ્રભાતસિંહ પાવરા, અજયસિંહ ચાવડા, મનોજસિંહ ડોડીયા, રવિરાજસિંહજી ડાભી હિરલસિંહ ડાભી, અંકિતસિંહ ચાવડા, મોહિતસિંહ, વિક્રમસિંહ ડાભી, નિકુલસિંહ રાઠોડ, કાનાજી ચોહાણ, વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)