Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ખવાસ રજપુત સમાજ માટે દર રવિવારે માર્ગદર્શન કેમ્પ

વિવિધ સહાયકારી યોજનાઓ અંગે જાણકારી અપાશે : સમાજનું સમાજને અર્પણ શિર્ષકતળે શ્યામનગરમાં આયોજન

રાજકોટ તા. ૧૪ : દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ખવાસ રજપુત સમાજના લોકોને વિવિધ સહાયકારી યોજનાઓ અંગે જાણકારી મળી રહી તે હેતુથી દર રવિવારે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાની ટીમે જણાવેલ કે દેશળદેવ હોલ, શ્યામનગર ૧/૩, નાના મૌવા મેઇન રોડ, રાજનગર ચોક પાસે દર રવિવારે સવારે ૧૦ થી ૧ માર્ગદર્શન કેમ્પ કરવામાં આવે છે. જેમાં બક્ષીપંચ ઓબીસીના દાખલા, આવકના દાખલા, ક્રીમીલેયર સર્ટીફીકેટ, એમ્પ્લોયમેન્ટ કાર્ડ, એફીડેવીટ, સોગંદનામું, સ્કિલ ડેવલોપમેન્ટ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ, ધો.૧૦ અને ૧૨ પછી શું? અંગે તેમજ અન્ય શૈક્ષણિક કાર્ય અને મુંજવતા પ્રશ્નો માટે માહીતી આપવામાં આવે છે.

તેમજ સરકારી સહાયકારી યોજનાઓ મા અમૃતમ કાર્ડ, વિધવા બહેનોને મળવા પાત્ર સહાય, વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ, રોજગારી સહાય અંગેની વિવિધ યોજનાઓ તેમજ મહત્વની અન્ય યોજનાઓ વિષે માહીતી અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ ચૌહાણ (મો.૯૪૦૯૨ ૦૦૮૦૦), સાવનભાઇ રાઠોડ (મો.૮૧૬૦૦ ૦૧૯૦૬), ચેતનભાઇ સોલંકી, શનીભાઇ રાઠોડ, સત્યજિતભાઇ પરમાર, રાજભાઇ સોઢા, અક્ષયભાઇ જાદવ, અભીસેક ગોહીલ, ધવલભાઇ ચૌહાણ, અનીશ ચૌહાણ, હાર્દીકભાઇ સીંધવ, કપીલભાઇ પાંડવ, રાહુલભાઇ મકવાણા, દેવસિંહભાઇ પરમાર, ગોવિંદભાઇ પરમાર, પિન્ટુભાઇ પરમાર, મહેન્દ્રભાઇ ચૌહાણ, હીતુકાકા, બલવિરભાઇ પરમાર, વિપુલ પરમાર, ધવલભાઇ પરમાર તેમજ સંસ્થાના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)