Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

એસટીના હજારો કર્મચારીઓને ''મા-કાર્ડ''નો લાભ મળશેઃ સરકારનો નિર્ણય : જો કે રાજકોટમાં હજુ પરિપત્ર નથી

બધાને લાભ તો ન મળી શકે : આવકની મર્યાદા પણ હશેઃ ડીસી યોગેશ પટેલનો નિર્દેશ

 રાજકોટ તા. ૧૪ : રાજયના એસટી કર્મીઓ માટે રાહતના સમાચાર જાહેર થયા છે

રાજય સરકારનો મા યોજનાનો લાભ એસ.ટી. કર્મીઓને આપવાનો નિર્ણય લીધો છે એસ.ટી.ના કર્મચારીઓને  માં કાર્ડ મળશેઃ ૫ લાખ રૂ. સુધીના સરકારી તથા માન્યતાવાળી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ શકાશે

દરમિયાન આ બાબતે આજે રાજકોટ એસ.ટી.ડીવીઝનના ડીડીશ્રી યોગેશ પટેલનો  સંપર્ક કરતા તેમણે ''અકિલા''ને જણાવેલ કે, મે મેસેજ જાણ્યો, પણ ઓફીસીયલ હજુ અમને કોઇ વિગતો અપાઇ નથી, રાજકોટ ડીવીઝનના કેટલા કર્મચારીઓને આ લાભ મળશે તે અંગે તેમણે જણાવેલ કે હજુ કોઇ વિગતો આવી નથી, આવકની મર્યાદા તો હશે, પણ આથી બધાને તો લાભ ન મળી શકે, પરંતુ વડી  કચેરીએથી કોઇ પરિપત્ર આવે બાદમાં વિગતો આપી શકાશે.

(3:38 pm IST)