Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

નિવૃત પોલીસમેનના પુત્ર વિરૂધ્ધ ચેક પાછો ફરતાં વકીલની કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા રીટાયર્ડ પોલીસમેનના પુત્ર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા વિરૂધ્ધ રાજકોટના વકીલ સંજય એચ. પંડિત એ રૂપિયા પચાસ હજારના ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરતા કોર્ટે આરોપી યુવરાજસિંહ ઝાલા ને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

એડવોકેટ સંજય એચ. પંડિત એ પોતાની ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી યુવરાજસિંહ ઝાલા સાથે તેમની ઓળખાણ લગભગ ૪ વર્ષ પહેલા નરેશ અમરશી સોલંકી ઉર્ફે સરકાર મારફત થયેલ હતી. આ નરેશ અમરશી સોલંકી પોતે મામાદેવનો ભૂવો હોય અને તાંત્રીક વીધી વિદ્યાનોનો જાણકાર હોય એડવોકેટ તેમના સંપર્કમાં આવ્યા બાદ વર્ષ ર૦૧પ થી તેમને ત્યાં જામનગર રોડ ઉપર આવેલ પરાપીપળીયા ગામ ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા અને આ નરેશ સોલંકી ઉર્ફે સરકાર સાથે આત્મીયતા બંધાતા એડવોકેટ પંડિત એ આ નરેશ સોલંકી ઉર્ફે સરકારના કહેવાથી તેમના સગા વહાલા અને તેમને ત્યાં આવતા તેમના ખાસ ચેલાઓને આર્થિક મદદપણ કરેલ હતી.

આરોપી યુવરાજસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા ને વર્ષ ર૦૧૭માં આર્થિક જરૂરીયાત ઉભી થતા રૂપીયા પચાસ હજાર હાથ ઉછીના એડવોકેટ સંજય પંડિત પાસેથી મેળવેલ હતા જે રકમ એડવોકેટએ ચેકથી ચુકવેલ હતી આ રકમ પરત માંગતા આરોપીએ વકીલશ્રીને તેમની કાયદેસરની લેણી રકમના ચુકવણા પેટે રૂ. પ૦૦૦૦/-નો ચેક આપેલ જે વગર ચુકવણે પરત ફરતા એડવોકેટ પંડિત એ ચેક રીર્ટન અંગે નોટીસ પાઠવેલ હતી નોટીસ મળ્યા બાદ લાજવાને બદલે ગાજવાની કહેવત અનુસાર આરોપીએ નોટીસનો ઉડાઉ જવાબ આપેલ અને વકીલશ્રી વિરૂધ્ધ પોલીસમાં ખોટી ફરીયાદ કરવાની ધાક ધમકીઓ આપેલ જેથી ના છુટકે વકીલ પંડિત એ કોર્ટમાં આરોપી યુવરાજસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા વિરૂધ્ધ ચેક રીર્ટની ફરીયાદ નોંધાવેલ જે અંગે કોર્ટે આરોપીને હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ શ્રી એલ. વી. લખતરીયા તથા બીનીતા ખાંટ રોકાયેલ છે.

(3:35 pm IST)