Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 મોહનભાઇ સીદીભાઇ મારૂ, લાભુબેન મોહનભાઇ મારૂ, રેણુકાબેન અરવિંદભાઇ ચુડાસમા, હસ્તે મહેન્દ્રભાઇ મારૂ, વનિતાબેન ચુડાસમા, પ્રતિભાબેન સિંધ, શીલાબેન મારૂ, યુ. કે. તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શહેર તથા જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી બીજો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૨૨ દર્દીઓએ દિવ્ય ગુરૂદ્રષ્ટિ મેળવી હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી આપવામાં આવેલ. તથા ઓપરેશન થયેલ દરેક દર્દીને ધાબળાનું વિતરણ કરાયુ હતુ.

(3:34 pm IST)