Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાજકોટ મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા સ્ટાફના ૮૬ બાળકોનું અદકેરૂ સન્માન...

રાજકોટ : રાજકોટ મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વાર્ષિક સમારોહ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો, પ્રમુખ કિરીટસિંહ ઝાલા તથા અન્ય હોદેદારોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સમારોહ સ્ટાફના ૮૬ બાળકો કે જેઓએ શિક્ષણ-રમતગમત ક્ષેત્રે વિજયી ડંકા વગાડયા છે તે તમામ બાળકોને શીલ્ડ-પારિતોષિક આપી અદકેરૂ સન્માન કરાયું હતું. તસ્વીરમાં રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન ખુશખુશાલ મુદ્રામાં અને દિપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કરતા નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, દિપ પ્રગટાવતા, તથા કલેકટર - એડી. કલેકટર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતા જણાય છે. નીચેની તસ્વીરમાં બદલી પામેલા સીટી પ્રાંત-ર શ્રી જેગોડા, બાળકનું સન્માન કરતા, પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા, કલેકટરનું બહુમાન કરતા, કલેકટરશ્રી દ્વારા પ્રવચન અને છેલ્લી તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનો સીટી પ્રાંત-૧ શ્રી ચૌહાણ, રૂરલ પ્રાંત શ્રી ઓમપ્રકાશ, અન્ય અધિકારીઓ તથા યુનિયનના આગેવાનો નજરે પડે છે.

(3:51 pm IST)