Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જલારામધામમાં સૌ પ્રથમ વખત જલારામ જયંતિ ઉત્સવ :સાંજે ઝુપડી-દર્શન- મહાઆરતી- મહાપ્રસાદ

પેન્ટાગોન અને કોઝીકોટયાડ રઘુવંશી પરિવાર દ્વારા

 રાજકોટઃ અહિના મોટામૌવા અંબિકા ટાઉનસીપ રોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ જલારામ ધામ ખાતે પેન્ટાગોન અને કોઝીકોટયાડમાં કુલ ૪૨૮ જેટલા ફલેટ્સ આવેલા છે. જયાં ૧૭ ઘર રઘુવંશી પરિવારના છે અહિ નવરાત્રી પર્વ, ગણપતિ સહિત ધાર્મિક પર્વ ધામધુમથી ઉજવાય છે. સૌપ્રથમ વખત જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. પેન્ટાગોન અને કોઝીયાટયાડ રઘુવંશી પરિવાર દ્વારા આજે સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદ રાખેલ છે. ભાવિકો બુંદી ગાઠીયા, કઢી ખીચડી, રોટલી, રોટલા, રીંગણા બટેટાનું શાક ગ્રહણ કરશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:30 pm IST)