Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજકોટ લોહાણા મહાજન ચુંટણીઃ સમુદ્રમંથન

 રાજકોટ, તા.૧૪:  જાણીતા પીઢ પત્રકાર શ્રી કાંતીભાઇ કતિરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખની ચુંટણી વિષે અને તેની પસંદગી વિષે ખુલ્લા હૃદય-મનથી અને લેશમાત્ર પુર્વગ્રહ વગર અખબારોમાં મારી સમજણ મુજબની પરિસ્થિતિ દર્શાવી હતી. રઘુવંશી એકતા અનિવાર્ય હોવાનો મારો મત પણ વ્યકત કર્યો હતો અને 'સર્વ સંમતિ'ના આધારે પ્રમુખની વરણી થાય તેવો મત વ્યકત કર્યો હતો તે પછી અમુક રઘુવંશી અગ્રણીઓ સાથે વિનમ્રતાભાવે વાતચીત કરી હતી.

 સમુદ્રમંથનમાંથી જયારે વિષ નિકળ્યુ ત્યારે એ વિષ પીવા કોઇ તૈયાર ન થયું રામનું નામ લઇને એ વિષ પીનારને અમરત્વ મળવાનું છે. એ સૌ દેવ જાણતા હતા. છતા કોઇ આગળ ન આવ્યું

 રાજકોટ લોહાણા મહાજનની વર્તમાન સ્થિતિ ઘણે અંશે આવી છે.  સદ્નશીબે તમામ સમાજના સર્વસંમત આગેવાન શ્રી કિરીટભાઇ ગણાત્રાએ એવુ સાહસ કરી બતાવ્યું.  આપણે એને સમુદ્રમંથનની સ્થિતિના સંજોગો તરીકે ઓળખાવી શકીએ.

કિરીટભાઇ  સાથે કરેલી વાતચીતમાં તેમણે લોહાણા મહાજનને તમામ રીતે સમૃધ્ધ અને સબળ બનાવવાની અને બદલામાં કાંઇ ન લેવાની અવિચળ અભિલાષા દર્શાવી હતી. મહાજનના પ્રમુખની વરણી સંબધમાં બધુ જ લોકશાહી અને બંધારણ અનુસાર થઇ રહયું હોવાનું અને હમણા સુધી એ રીતે જ થયાનું જણાવીને એને લગતી વિગતો આપી હતી.

કાશ્મીરાબેન નથવાણીએ પણ એને સમર્થન આપતુ અખબારી નિવેદન આપ્યું છે.

મારી આ પહેલાની સમજણમાં કશીકેય ગેરસમજણ દુઃખદ ગણાય એમા મારી ભાવનાનો દોષ નહોતો એટલુ જણાવીને મારી મારા હૃદય-મનની વાતનો સંકેલો કરૂ છું અને એકતા  તથા એકસંપ જ આપણી જ્ઞાતિનો આરાધ્યદેવ તથા રઘુવંશી શકિત પીઠનું સામર્થ્ય છે એનો પુનુઃ રૂચ્ચાર કરૂ છું  રાજકોટ લોહાણા મહાજન વરિષ્ઠ અગ્રણીઓની (મારા સિવાયની) સંકલન સમિતિ ને એવુ મારૂ સુચન છે. અને કિરીટભાઇ ગણાત્રાને મહાજનમાં બધુ જ ઠીકઠાક તથા સારાવાના કરી આપવા માટે તેમના વડીલ તરીકે ધન્યવાદ તથા શુભેચ્છા પાઠવું છું

(3:50 pm IST)