Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઓર્થોપેડીકની જટીલ સર્જરીના નિષ્ણાંત ડો. સમ્રાટ બુદ્ધના કિલનીકનો પ્રારંભ

રાજકોટ, તા. ૧૪ : ઓર્થોપેડીકની જટીલ સર્જરીમાં નિષ્ણાંત તરીકે છેલ્લા સવા બે દાયકાથી જાણીતા ડો. સમ્રાટ અશોક બુદ્ધે હવે પોતાની ઓપીડી ચાલુ કરી છે.  એકસીડન્ટ કે ટ્રોમાના અનેક દર્દીઓની અસરકારક સારવાર કરી ભારે નામના મેળવનાર ડો. સમ્રાટ બુદ્ધની નવી ઓપીડી પ્રસંગે શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

મુળ લાઠીના વતની અને ૨૩થી વધુ વર્ષના સમગ્ર સૌરાષ્ટ્રના બહોળા અનુભવ પછી ઓર્થોપેડીક એકસપર્ટ ડો. સમ્રાટ અશોક બુદ્ધ હવેથી પોતાની પ્રાઈવેટ ઓપીડીમાં ઉપલબ્ધ રહેશે.

મહુવા સ્થિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં હેડ ઓફ ઓર્થોપેડીક ડીપાર્ટમેન્ટ અને ફુલ ટાઈમ કન્સલ્ટન્ટ રહી ચૂકેલા ડોકટર શ્રી સમ્રાટ અશોક બુદ્ધ કે જેમણે રાજકોટની ધકાણ હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ આશરે એક એક દાયકા સુધી સૌરાષ્ટ્રભરના દર્દીઓની હાડકાની સર્જરી, ગંભીર અકસ્માત તથા સાંધા બદલવાની સર્જરીમાં આગવુ પ્રદાન કરી ખૂબ જ લોકચાહના ઉપલબ્ધ કરેલ છે.

ડો. સમ્રાટ બુદ્ધે ૧૯૯૧માં એમબીબીએસ અને ૧૯૯૫માં એમએસ (ઓર્થોપેડીક)ની ડિગ્રી ગુજરાતની ખ્યાતનામ બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદ ખાતેથી મેળવેલ છે. નવીનતમ ટેકનોલોજી તથા અત્યાધુનિક સાધનો વડે સર્જરી કરવા માટેની ફેલોશીપ તથા ઓબ્ઝર્વરશીપ તેઓએ ભારતની અગ્રણી તથા સીંગાપોર અને બ્રાઝીલની ખ્યાતનામ હોસ્પિટલ્સ ખાતેથી પૂર્ણ કરેલ છે. ટ્રોમા તથા ફ્રેકચર ફિકસેશન પ્રોટોકોલ માટેની સઘન તાલીમ ડો. બુદ્ધે એ.ઓ. (સ્વીત્ઝર્લેન્ડ) સંસ્થાની તાલીમ દ્વારા મેળવેલ છે. બેઝીક લાઈફ સપોર્ટ અને એડવાન્સ્ડ ટ્રોમા લાઈફ સપોર્ટ પણ તેઓની તબીબી લાયકાતમાં ઉમેરો કરે છે.

ડો. સમ્રાટ અશોક બુદ્ધ કે જેમણે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ કરતા પણ વધુ સર્જરી કરેલ છે. જેને લીધે એમની એક અનુભવી અને નિષ્ણાંત જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા ટ્રોમા સર્જનમાં ગણના થાય છે.

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત તેઓએ એક જ સર્જરી દરમિયાન એક પગમાં એક સાથે સંપૂર્ણ ઘૂંટણ અને થાપા બદલવાનું ઓપરેશન કરવાની સિદ્ધિ માત્ર ડો. સમ્રાટ બુદ્ધે મેળવેલ છે.

આખા સૌરાષ્ટ્રના અકસ્માત, ફ્રેકચર, સંધીવા, સાયટીકા, મોટી ઉમરે હાડકા નબળા/ પોચા થવા, સ્નાયુની ઈજા તકલીફો, ગોઠણ અને થાપાના સાંધા બદલાવવા માટેના તમામ દર્દીઓ હવેથી ડો.સમ્રાટ અશોક બુદ્ધ સેવાનો લાભ એમની ઓપીડીમાં એલ-૮૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ, અક્ષર માર્ગ, કાલાવડ રોડ, અક્ષર મંદિર સામે, ફોનિકસ સુપર સ્પેશ્યાલીટી કલીનીક ખાતે લઈ શકશે.

વધુ માહિતી માટે કલીનીકનો સંપર્ક ફોન - (૦૨૮૧) - ૨૪૪૦૦૭૩ અથવા મો. ૯૮૯૮૨ ૪૨૪૧૧ પર થઈ શકશે.

(3:44 pm IST)